ચૂંટણીઓમાં મતદારો શાંતિમય વાતાવરણમાં સરળતાથી મતદાન કરેઃ ડો. વરેશ સિન્હા

ગાંધીનગર: સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીઓ અંતર્ગત આવતીકાલે શનિવારે રાજયની ૩૧-જિલ્લા પંચાયતો, ૨૩૦ તાલુકા પંચાયતો અને ૫૬ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યારે આ ચૂંટણીઓમાં મતદારો શાંતિપૂર્ણ વાતાવરણમાં અને સરળતાથી મતદાન કરી શકે તે માટેની જે તે વહીવટી તંત્રને તમામ વ્યવસ્થાઓ પૂર્ણ થઈ ગઈ હોવાનું ડો. વરેશસિન્હા, રાજય ચૂંટણી કમિશ્નરે જણાવ્યું છે. આજે ગાંધીનગર ખાતે પત્રકારો સાથે વાતચીત દરમ્યાન ડો. વરેશ સિન્હાએ રાજયના મતદારોને મતદાન માટે અપીલ કરતાં જણાવ્યું હતું કે મતદારો શાંતિથી અને મુકત મનથી સારા વાતાવરણમાં મતદાન કરી લોકતાંત્રીક વ્યવસ્થામાં સહભાગી બને અને મતદારો અચૂક મતદાન કરે તેવી મારી અપીલ છે. મતદારો સરળતાથી મતદાન મથકો ઉપર મતદાન કરી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.

મતદાન સંબંધિત વ્યવસ્થાઓ અંગે ડો. વરેશ સિન્હાએ જણાવ્યું હતું કે, આવતીકાલે ૩૧૭ વિવિધ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીમાં ૭૭૭૮ બેઠકો પર ૧૯૭૨૪ ઉમેદવારો ચૂંટણી સ્પર્ધામાં છે. ૮૧૧૦ સંવેદનશીલ અને ૪૪૨૨ અતિસંવેદનશીલ મતદાન મથકો સહિત કુલ ૩૩૨૮૬ મતદાન મથકો પર મતદાન થશે, જેમાં ૨.૬૦ કરોડ જેટલા મતદારો મતદાન કરી શકશે. જે તે જિલ્લામાં આવતીકાલે મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયાસરળતથી ચાલે તે માટે ડો. સિન્હાએ વિડિયો કોન્ફરન્સ યોજીને જે તે જિલ્લા કલેકટર સાથે ચૂંટણીઓની તમામ તૈયારીઓ અંગે વિગતવાર સમીક્ષા કરી હતી. જેની વિગતો આપતાં તેમણે જણાવ્યું હતું કે, તમામ જિલ્લાઓમાં જિલ્લા કલેકટરોએ ચૂંટણી તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે.

પોલીસ તથા આમર્ડ ફોર્સ અનમે પોલિંગ સ્ટાફ પણ પોત પોતાના મતદાન મથકો પર પહોંચી ચૂકયો છે. તમામ જિલ્લામાં સંબંધિત ચૂંટણી અધિકારીઓએ પણ તમામ વ્યવસ્થા પૂર્ણ કરી દીધી છે. મતદાન મથકો અને મતદાર યાદીઓમાં મતદારનું નામ જાણવા અંગે મતદારને જાણકારી મળી રહે તે માટે વિશેષ કાળજી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવાઈ છે. મતદારોને સરળતા રહે તે માટે સ્થાનિક કક્ષાએ કન્ટ્રોલ રૂમ અને હેલ્પ લાઈન સેવા શરૃ કરવામાં આવી છે.

જિલ્લા વહીવટી તંત્રએ ચૂંટણીની તેયારીઓની સંપૂર્ણ જાણકારી આપવા રાજકીય પક્ષો અને ઉમેદવારો સાથે બેઠકો યોજી છે. બુથવાર પુરવણી યાદીઓમાં મતદારોના ઉમેરાયેલા કમી થયેલા નામો આધારે તૈયાર થતી મતદાર .યાદીઓ અંગે અને મતદાન મથકો અંગે નોટાના વિકલ્પ સહિત ઈ.વી.એમ. માં થનાર મતદાન અંગે પુરતી સમજ આપી છે. તે અંગૈે મતદાર જાગૃતિ અંગે પણ જરૃરી પ્રયાસો કર્યાં છે.

ઈ.વી.એમ. મશીન પર વાઈ ફાઈની અસર બાબતની ફરિયાદના સંદર્ભમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, ભારત ઈલેકટ્રોનિકસ લિ. બેલ કંપનીના એન્જિનિયરોનો આ અંગે અભિપ્રાય મેળવ્યો છે. વાઈ ફાઈ કનેકટોવિટીને કારણે ઈ.વી.એમ.ને કોઈ અસર થતી નથી. જે ઉમેદવારને ઈ.વી.એમ.માં મત નોંધાવમાં આવ્યો હોય તે ઉમેદવારના ખાતામાં જ તે મત નોંધાય છે. સંવેનદનશીલ વિસ્તારો સહિત રાજયના તમામ વિસ્તારોમાં મતદાન મથકો અને તમામ પુરતા પ્રમાણમાં બહારની આમર્ડ પોલીસ ફોર્સ મળવાથી બંદોબસ્ત ગોઠવી શકાયેલ છે.

You might also like