પદ્માવત ફિલ્મના વિરોધને લઇને ભડકેલી હિંસા બાદ અમદાવાદ શહેરમાં હાલ શાંતિનો માહોલ

અમદાવાદમાં પદ્માવત ફિલ્મના વિરોધને લઇને ભડકેલી હિંસા બાદ હાલ શહેરભરમાં શાંતિનો માહોલ છે. હાલમાં ઠેર ઠેર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. શહેરના મલ્ટીપ્લેકસ બહાર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

મહત્વનું છે કે ગઈકાલે અસામાજિક તત્વોએ હિંસા ફેલાવી હતી. શહેરના અનેક વિસ્તારમાં તોડફોડ અને આગચંપીના બનાવો બન્યા બાદ તણાવભરી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. આજે હાલ શહેરભરમાં શાંતિનો માહોલ છે.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે ફિલ્મ “પદ્માવત”નો દેશભરમાં  ઠેર-ઠેર વિરોધ જોવા મળ્યો હતો. ત્યારે અમદાવાદનાં થલતેજ વિસ્તારમાં આવેલા PVR સિનેમા પાસે ટોળાએ ભારે પથ્થરમારો કર્યો હતો તેમજ પદ્માવતનાં વિરોધને લઇ ટોળાંએ અનેક બાઇકો પણ સળગાવી હતી.

You might also like