વટાણાની કેક

સામગ્રી: અઢીસો ગ્રામ વટાણા, સો ગ્રામ પાલક, એક કેપ્સિકમ, પચાસ ગ્રામ પનીર, એક ચીઝ ક્યૂબ, એક ગાજર, સો ગ્રામ કોબીજ, એક વાટકી મમરા, એક વાટકી બ્રેડ ક્રમ્સ, દોઢસો ગ્રામ ખારી સીંગ, બે ચમચી આદું-મરચાંની પેસ્ટ, મીઠું, ખાંડ, લીંબુ જરૂર મુજબ, અઢીસો ગ્રામ બટાકા, બે ચમચી તેલ, એક ટીસ્પૂન બટર, પા ટીસ્પૂન હળદર, એક ચમચી લાલ મરચું

રીત: સૌપ્રથમ વટાણા ક્રશ કરી એક પૅનમાં તેલ મૂકી આદું-મરચાંની પેસ્ટ નાખી વટાણા નાખવા. થોડા ચડે એટલે ઝીણું સમારેલું કેપ્સિકમ અને પાલક નાખી થોડું ચડવા દેવું. ત્યારબાદ હળદર, લાલ મરચું, ખમણેલી કોબીજ, ખમણેલું ગાજર, મીઠું, લીંબુ, ખાંડ પનીર નાખી મિક્સ કરવું. બોઈલ્ડ બટાકાને છીણી તેમાં મીઠું, લીંબુ, આદું-મરચાંનીપેસ્ટ, ખારી સીંગનો ભૂકો, બ્રેડ ક્રમ્સ, મમરાનો ભૂકો નાખી મિક્સ કરવું. ત્યારબાદ તેના બે ભાગ કરવા. હવે કેક મોલ્ડ લઈ તેમાં બટર લગાવી તેના ઉપર બ્રેડ ક્રમ્સથી કસ્ટ કરી બટાકાના માવાનું લેયર કરી તેના પર વટાણાનું લેયર કરવું. ત્યારબાદ ફરી બટાકાનું લેયર કરવું. તૈયાર કરી કૂકરમાં વ્હીસલ, રિંગ કાઢી ધીમા ગેસ પર ૧૫થી ૨૦ મિનિટ માટે બૅક થવા દેવું. ચીઝ ને કેપ્સિકમથી ગાર્નિશ કરવું.

You might also like