પીડીપીનો પાર્ટનર કોણ? વિકલ્પમાં ભાજપનું નામ નહીં

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં ૧૦ મહિના પહેલાં બનેલી પીડીપી-ભાજપ સરકારને શરમમાં મુકાવવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. ૧૦મા ધોરણની પરીક્ષામાં વિદ્યાર્થીને પૂછવામાં અાવ્યું કે માર્ચ ૨૦૧૫માં રાજ્યમાં પીડીપીઅે કોની સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી. જવાબમાં અપાયેલા ચાર વિકલ્પમાં પીડીપીના પાર્ટનર ભાજપનું નામ જ ગાયબ હતું.

વિદ્યાર્થીઅોઅે અા સવાલ પર પૂરા માર્ક્સ અાપવાની માગણી કરી છે. અેજ્યુકેશન ડિપાર્ટમેન્ટે કહ્યું કે અા ઘટનાની તપાસ થશે, જેથી જવાબદારી નક્કી કરી શકાય. ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં ૧૦મા ધોરણની પરીક્ષાના સોશિયલ સ્ટડીમાં અા સવાલ પૂછવામાં અાવ્યો. ચાર વિકલ્પમાં કોંગ્રેસ, નેશનલ કોન્ફરન્સ, સીપીઅાઈ અને પીડીએફના નામ અપાયાં હતાં, તેમાં ભાજપનું નામ ગાયબ હતું.

વિદ્યાર્થીઅોઅે જ્યારે ભાજપનું નામ ન જોયું ત્યારે તેમણે અે સવાલ જ છોડી દીધો. નારાજ થયેલા વિદ્યાર્થીઅોઅે અા સવાલના પૂરેપૂરા માર્ક્સ અાપવાની માગણી કરી છે. બીજી તરફ અેજ્યુકેશન ડિપાર્ટમેન્ટે અા બાબતે તપાસ કરવાના અાદેશ અાપ્યા છે. દોષીઅો સામે કાર્યવાહી થશે કે નહીં તે અંગે કંઈ જણાવાયું નથી.

You might also like