કાશ્મીરમાં મહેબૂબા મુફતી ર૬ જાન્યુ.ની આસપાસ CM તરીકે શપથ લેશે

જમ્મુ: જમ્મુ-કાશ્મીરમાં સરકારની રચના પર ચાલી રહેલા સસ્પેન્સ વચ્ચે હવે પીડીપીનું વલણ નરમ પડ્યું છે. પીડીપીના અધ્યક્ષ મહેબૂબા મુફતીના ઘરે યોજાયેલી એક બેઠકમાં ભાજપ સાથે ગઠબંધન સરકાર રચવાને લઇને તેના વલણમાં નરમાશ જોવા મળી છે.

મુફતી મહંમદ સઇદના અવસાન બાદ પ્રથમ વાર યોજાયેલી વિધિવત્ બેઠકમાં પીડીપીના વિધાનસભ્યો ભાજપ સાથે સરકાર રચવાની તરફેણમાં હોવાનું જોવા મળ્યું હતું અને ટૂંક સમયમાં સરકાર રચવાના સંકેત આપવામાં આવ્યા હતા.

એવું માનવામાં આવે છે કે ર૬ જાન્યુઆરી આસપાસ મહેબૂબા મુફતી મુખ્યપ્રધાનપદના શપથ ગ્રહણ કરશે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન અને નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ ટ્વિટ કરીને ભાજપ-પીડીપી પર પ્રહાર કર્યા હતા. તેમણે લખ્યું હતું કે હવે બહુ થઇ ગયું. જો તમે સરકાર રચી શકતા ન હો તો ગઠબંધન તોડી નાખો અને ફરીથી પ્રજાની વચ્ચે જાવ.

You might also like