સરકારે આપી સલાહ, પેટ્રોલ-ડિઝલ પર આવી રીતે બચાવો રૂપિયા

પેટ્રોલ-ડિઝલની કિંમતો સતત વધી રહી છે. ક્રૂડ ઑઇલની કિંમતોમાં થઇ રહેલા સતત વધારાને કારણે ઘરેલૂ સ્તર પર પેટ્રોલની કિંમત 82 રૂપિયાની પાર પહોંચી ગઇ છે, અને ડિઝલની કિંમત પણ અત્યાર સુધીની સર્વોચ્ચ સ્તર પર છે.

પેટ્રોલ-ડિઝલની વધતી કિંમતો પર તમે પોતે તો નિયત્રંણ નહી કરી શકો, જોકે પેટ્રોલ-ડિઝલ વધતી કિંમતોથી પોતાને રાહત અપાવવા માટે આ પગલા ભરી શકો છો. ખુદ સરકારે કેટલીક એવી ટિપ્સ આપી છે, જેનાથી તમે પેટ્રોલ ડિઝલ પર થનાર ખર્ચમાં કાપ મૂકી શકશો.

PCRAએ સામાન્ય નાગરિક માટે કેટલીક એવી ટિપ્સ આપી છે, જેનાથી તમે પેટ્રોલ ડિઝલ પર ખૂબ જ પૈસા બચાવી શકો છો.

45 થી 55 કિમીની વચ્ચે ચલાવો ગાડી:

PCRA પ્રમાણે જો તમે 45 થી 55 કિલોમીટની ઝડપથી ગાડી ચલાવશો, તો એનાથી તમારી ગાડીને 40% વધારે માઇલેજ મળશે. એનાથી ગાડી ઓછું ઇંધણ ખર્ચ કરશે.

એન્જીનને સ્વસ્થ રાખો:

જો તમારું એન્જીન સ્વસ્થ રહે છે, તો 6% સુધીનું ઇંધણ બચી શકશે. જો તમારા એન્જીનમાંથી ખૂબ જ પ્રમાણમાં કાળા ધુમાડા નિકળી રહ્યા છે તો એને તરત ચેક કરાવો.

સાચા ગિયરમાં ગાડી ચલાવો:

જો તમે ખોટા ગિયરમાં તમારી ગાડી ચલાવો છો, તો તમે 20% સુધી ઇંધણ બરબાદ કરી રહ્યા છો. એટલા માટે રસ્તાની જરૂરિયાત પ્રમાણે સાચા ગિયરમાં ગાડી ચલાવો.

ક્લચ પરથી તમારો પગ હટાવીને રાખો:

ક્લચનો ઉપયોગ ત્યારે જ કરો, જ્યારે તમે ગિયર બદલો, વધારે પડતો ક્લચનો ઉપયોગ  લિનિંગને નુકસાન પહોંચાડે છે.

એર ફિલ્ટર સાફ રાખો:

એર ફિલ્ટરને સમયાંતરે સાફ કરતા રહો કારણ કે એ ધૂળને તમારા એન્જીન સુધી પહોંચતા બચાવે છે.

ટાયર પ્રેશર પર પણ રાખો ધ્યાન:

શોધ પ્રમાણે ટાયર પ્રેશરમાં 25%ની કમીથી ઇંધણની ખપત 5-10% વધી જાય છે. એનાથી ટાયરની લાઇફ સાઇકલ પર પણ 25% અસર પડે છે.

સારા તેલનો ઉપયોગ કરો:

તમારી કારમાં કોઇ પણ તેલનો ઉપયોગ કરવાની જગ્યાએ એ ગ્રેડના તેલને પસંદ કરે, જે મેન્યુફેક્ચર સૂચન કરે છે. આ સિવાય સમય-સમય પર કારની તપાસ કરાવતા રહો.

કાર પર ભાર ઘટાડો:

જો તમે તમારી કાર પરથી 50% ભાર ઓછો કરો છો, તો તેનાથી તમે 2% ઇંધણની બચત કરી શકો છો.

You might also like