પીસીબી નુકસાનના વળતરનો મામલો આઇસીસીમાં ઉઠાવશે

કરાચીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ બીસીસીઆઇ સામે નુકસાનીનો મામલો હવે આઇસીસીમાં ઉઠાવવાનો નિર્ણય કર્યો છે. પીસીબીનાં સૂત્રોના જણાવ્યા અનુસાર બોર્ડ અધ્યક્ષ શહરયાર ખાન, ચેરમેન નજમ સેઠી અને ચીફ ઓપરેટિંગ ઓફિસર સુભાન અહમદે લંડનમાં BCCIના અધિકારીઓ સાથેની બેઠક બાદ આ નિર્ણય કર્યો છે.

પીસીબીના અધિકારીના જણાવ્યા અનુસાર ત્રણ વાર બેઠક કર્યા બાદ પણ BCCI પાકિસ્તાન સાથે દ્વિપક્ષી શ્રેણી રમવા તૈયાર થઈ નહીં, કારણ કે ભારત સરકાર તરફથી તેને મંજૂરી મળી નથી. પાક. અધિકારીએ જણાવ્યું કે આના માટે BCCIએ પીસીબીને કોઈ વળતર આપ્યું નથી. વળતર એટલા માટે મળવું જોઈએ, કારણ કે ૨૦૧૪માં BCCI ૨૦૧૫થી ૨૦૧૩ દરમિયાન પાકિસ્તાન સામે છ શ્રેણી રમવા તૈયાર થઈ હતી અને એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા, પરંતુ ભારતે હજુ સુધી એક પણ શ્રેણી પાકિસ્તાન સામે રમી નથી, જેના કારણે પીસીબીને બહુ મોટું આર્થિક નુકસાન થયું છે. BCCIએ પીસીબીની એક પણ નોટિસનો જવાબ આપ્યો નથી.
http://sambhaavnews.com/

You might also like