ત્રણ બેન્કોની નોન પર્ફોર્મિંગ એસેટ સામે RBIનો સકંજો

નવી દિલ્હી:  બેન્કોની આર્થિક સ્થિતિ વધુ ને વધુ નબળી પડી રહી છે. પીએનબીના બહાર આવેલા રિઝલ્ટ બાદ આરબીઆઈ વધુ સખત બની શકે છે. પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન અંતર્ગત પીએનબી, કેનેરા બેન્ક અને યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા સામે ગાળિયો કસાય તેવી શક્યતા છે.

આ ત્રણ બેન્કોની નોન પર્ફોર્મિંગ એસેટ આરબીઆઇ દ્વારા નક્કી કરેલી છ ટકાની લિમિટની ઉપર પહોંચી છે, જેના પગલે લોન આપવા ઉપર પ્રતિબંધ મુકાઇ શકાય છે. માર્ચના અંત સુધીમાં પીએનબીની એનપીએ ૧૧.૨ ટકા, યુનિયન બેન્કની એનપીએ ૮.૪ ટકા અને કેનેરા બેન્કની એનપીએ ૭.૫ ટકાની સપાટીએ પહોંચી ગઇ છે.

ઉલ્લેખનીય છે કે ૧૧ જાહેર ક્ષેત્રની બેન્કો પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શનમાં છે. એટલું જ નહીં આજે નાણાં વિભાગ અને બેન્કના સંચાલકોની સમીક્ષા બેઠક પણ મળી રહી છે.

You might also like