ન્યૂયોર્કમાં પ્રિયંકાની ચોંકાવનારી તસ્વીરો આવી સામે

મુંબઇ : બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા હાલમાં ભારત કરતા અમેરિકામાં વદારે જોવા મળે છે. હાલમાં જ પ્રિયાકાએ ડ્વેન જોનસન (રોક) જેવા મોટા અને પ્રખ્યાત હોલિવુડ સ્ટાર સાથે બેવોચ નામની ફિલ્મમાં જોવા મળી હતી. જો કે તે પહેલા જ ઇન્ટરનેશનલ ટીવી શો ક્વોન્ટિકોમાં કામ કરીને વિદેશી ફેન્સનાં મગજ અને હૃદય પર છવાઇ ચુકી છે.

હાલ પ્રિયંકા પાસે બોલિવુડ ફિલ્મ્સની સાથે સાથે હોલિવુડ ફિલ્મસમાં પણ પગદંડો જમાવ્યો છે. હાલમાં હોલિવુડની ફિલ્મો ઉપરાંત ખાસ્સી લોકપ્રિય ઇન્ટરનેશનલ ટીવી શો ક્વોન્ટિકોમાં કામ કરી રહી છે. સાથે સાથે કેટલાક નવા હોલિવુડ પ્રોજેક્ટ્સ પણ સાઇન કર્યા છે. આ અંગે પ્રિયંકા ન્યુયોર્કમાં હાજર હતી. જો કે દરમિયાન તેની કેટલીક ચોંકાવનારી તસ્વીરો સામે આવી હતી જે હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થઇ રહી છે.

1

આ તસ્વીરોમાં પ્રિયંકા ચોપડા હોલિવુડનાં પ્રખ્યાય અભિનેતા એડમ ડિવાઇનની બાહોમાં જોવા મળી રહી છે. જે પિચ પરફેક્ટ જેવી હોલિવુડ ફિલ્મો કરી ચુક્યો છે. લીક થયેલી તસ્વીરોમાં પ્રિયંકા શોલ્ડર ડ્રેસમાં જોવા મળે છે. એડમ પ્રિયંકાને બાહોમાં જકડીને ઉભો છે. પ્રિયંકા અને એડમ હોલિવુડની ફિલ્મ ‘Isn’t it romantic’ ફિલ્મમાં જોવા મળશે. આ કારણે પ્રિયંકા અને એડમ એકબીજાનાં ગાઢ સંપર્કમાં હોવાનાં સમાચારો પણ આવી ચુક્યા છે. જો કે આ ફોટો ફિલ્મોનાં શૂટિંગની છે.

2

આ ફિલ્મનાં સીનમાં પ્રિયંકાના ગળામાં ખાવાનું ફસાઇ જાય છે. ત્યાર બાદ એડમ તેને પકડીને મદદ કરે છે. આ ફિલ્મમાં પ્રિયંકા એક યોગ દૂત ઇસાબેલાનાં પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મમાં પ્રિયંકા અને એડમ ઉપરાંત રિબેલ વિલ્સન, લિયામ હેમસવર્થ જેવા સ્ટાર પણ જોવા મળશે. આ ફિલ્મ 2018માં વેલેન્ટાઇન ડેના દિવસે રિલિઝ થશે.

3

You might also like