પીબીએલમાં દેશ-વિદેશી શટલરનો રોમાંચ જોવા મળશે

મુંબઇ: રૂ.૬.પ કરોડની પ્રિમિયર બેડમિંટન ‌લીગ (પીબીએલ)માં અનેક મશહુર શટલર ભાગ લેશે. ર૦૧૩માં પ્રથમ ઇન્ડિયન બેડમિંટન ‌લીગનું આયોજન થયું હતું અને ર૦૧૬ માટે તેને પીબીએલનું નામ આપવામાં આવ્યું છે. નવા નિયમો, નવું કલેવર અને સૌથી રોમાંચક ટ્રમ્પકાર્ડ સાથે શરૂ થઇ રહેલી વર્ષની પ્રથમ પીબીએલની શરૂઆત મુંબઇ રોકેટસ અને અવધ વોરિયર્સ વચ્ચે પ્રથમ મેચ રમાશે.

નવા નિયમો અનુસાર પ્રત્યેક ટીમને પોતાની પાંચમાંથી એક મેચને ટ્રમ્પ મેચ તરીકે નોમિનેટ કરાશે. બંને ટીમો એક સરખી મેચને પણ પોતાની ટ્રમ્પ મેચ તરીકે જાહેર કરી શકશે. ટીમને આ મેચ શરૂ થતાં પહેલાં ૯૦ મિનિટ અગાઉ જણાવવું પડશે. ટ્રમ્પ મેચ જીતનારી ટીમને આ રીતે વધારાના બે પોઇન્ટ બોનસ પોઈન્ટ તરીકે મળશે. જ્યારે પરાજયની સ્થિતિમાં એક પોઇન્ટનું નુકસાન ઉઠાવવું પડશે.

પીબીએલ મેચ મુંબઇ, દિલ્હી, હૈદરાબાદ, બેંગલુર અને લખનૌમાં રમાશે અને તેમાં અવધ વોરિયર્સ, બેંગલુરુ ટોપગન્સ, દિલ્હી એસર્સ, હૈદરાબાદ હન્ટર્સ, મુંબઇ રોકેટ અને ચેન્નઇ સ્મેશર્સની છ ટીમ ભાગ લેશે. મુંબઇ સ્મેશર્સના મુખ્ય ખેલાડીઓમાં એચ.એસ. પ્રણય, આરએમવી ગુરુ સાંઇ દત્ત, મનુ અત્રી, રશિયાના વ્લાદિમીર ઇવાનોવ અને મથાયેસ બોયેનો સમાવેશ થાય છે. જ્યારે અવધ વોરિયર્સના મુખ્ય ખેલાડીઓમાં સાયના નહેવાલ (કેપ્ટન), બી.સાઇ.પ્રણીત અને એસ.તાનોંગસાકનો સમાવેશ થાય છે.

You might also like