હવે ઠેરઠેર બનશે Paytm બેંકના ATM, 1લાખ લોકોને હરતા ફરતા ATM બનાવાશે

Paytm પેમેન્ટ બેંક હવે લોકોને કમાણી કરવાનો મોકો પણ આપી રહી છે. Paytm બેંક દેશભરમાં લગભગ 1લાખ લોકોને બિઝનેસ કૉરસ્પોન્ડેન્ટ તરીકે નીમશે, જે હરતા ફરતા એટીએમની ભૂમિકા ભજવશે.

આ લોકોની મદદથી લોકો પોતાના Paytm બેંક એકાઉન્ટમાંથી ઑફલાઈન પૈસા કાઢી અને જમા કરી શકે છે. જો કે આ Paytm બેંક ATM ની શરૂઆત ઉત્તરપ્રદેશથી થશે. જેના માટે દિલ્હી, લખનઉ, કાનપુર, અલાહાબાદ, વારાણસી અને અલીગઢમાં 3000 લોકોને હરતા ફરતા ATM તરીકે નીમશે.

Paytm પેમેન્ટ બેંક આગામી ત્રણ વર્ષમાં લગભગ 3000 કરોડનું રોકાણ કરશે. લોકોને આ ATM માંથી પૈસા કાઢવા અને જમા કરાવ્યા સિવાય સેવિંગ એકાઉન્ટ ખોલવાની સુવિધા પણ મળશે.

જો કે Paytm પેમેન્ટ બેંક દ્વારા બિઝનેસ કૉરસ્પોન્ડેન્ટ એવા જ લોકોને બનાવવામાં આવશે, જેમને કોઈ શૉપ હોય અથવા માર્કેટમાં તેમની શાખ હોય. હાલમાં Paytm બેંક પાસે 170 મિલિયનથી વધુ સેવિંગ અને વૉલેટ એકાઉન્ટ છે.

You might also like