20 કરોડ ગ્રાહકો ધરાવતા Paytm દ્વારા Whats app જેવી જ સર્વિસ શરૂ કરી

હવે Paytm પર જ ઈન્સ્ટન્ટ મેસેજિંગ એટલે કે વોટ્સએપ જેવી સુવિધા આપવામાં આવી છે. ડિઝિટલ પેમેન્ટ એપ પેટીએમ દ્વારા ઘણા મહિનાથી ચર્ચામાં રહેલ
‘Paytm મેસેજિંગ ફીચર’ને લૉન્ચ કરવામાં આવ્યું છે.

ઈનબૉક્સના નામે શરૂ થયેલી આ સર્વિસ દ્વારા હવે યુઝર્સ એકબીજા સાથે વાતચીત કરી શકશે. આ એપ દ્વારા જ યુઝર્સ ટેક્સ્ટ મેસેજ સિવાય, વીડિયો, ફોટો અને પૈસા મોકલવાના ઑપ્શનનો પણ ઉપયોગ કરી શકશે.

Paytm દ્વારા પોતાના બ્લોગમાં આ અંગે માહિતી આપવામાં આવી હતી કે, ‘અમારા નવા એપની સર્વિસ ઘણી ઝડપી છે. હવે લોકો મિત્રો અને સંબંધીઓ સાથે ચેટ કરવાની સાથે સાથે પૈસા મોકલવાનું પણ કામ કરી શકશે.’

જો કે Paytm દ્વારા આ નવા ફીચરને લોન્ચ કરવા પાછળનું કારણ વોટ્સએપ જ છે. જાણવા મળી રહ્યું છે કે, વૉટ્સએપ ભારતીય ગ્રાહકો માટે ડિઝિટલ પેમેન્ટ એપ લૉન્ચ કરવાની તૈયારીમાં છે. વૉટ્સએપ તરફથી એવું કહેવામાં આવ્યું છે કે, તેમનું આ ફીચર તૈયાર થઈ ગયું છે અને હવે તેનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે.

You might also like