ઈન્ટરનેટ વગર પણ Paytmથી કરી શકાશે પેમેન્ટ, જાણો શું છે ટ્રીક?

ઓનલાઈન પેમેન્ટ માટે ઘણા લોકો પેટીએમનો ઉપયોગ કરતા હોય છે. ઘણીવાર તમારી સાથે એવું બન્યું હશે કે પેમેન્ટ દરમ્યાન તમારા ફોનમાં ઈન્ટરનેટ નહીં હોય, એવામાં પેટીએમથી પેમેન્ટ કરવું ઘણુ મુશ્કેલીભર્યું બની જતું હોય છે. આ સમસ્યાને દૂર કરવા માટે પેટીએમએ પેટીએમ ટૈપ કાર્ડની શરૂઆત કરી છે જેની મદદથી તમે ઈન્ટરનેટ વગર પણ પેમેન્ટ કરી શકશો.

આ કાર્ડ એક સેકન્ડમાં પેટીએમ દ્વારા રિલિઝ કરાયેલું એનએફસી પીઓએસ ટર્મિનલ્સમાં સંપૂર્ણ રીતે ઓનલાઈન, સુરક્ષીત અને સરળ રીતે ડિજિટલ ચુકવણીને સક્ષમ કરવા માટે નિયર ફીલ્ડ કમ્યુનિકેશન (એનએફસી) ટેકનીકનો ઉપયોગ કરે છે. ઓનલાઈન પેમેન્ટ કરવા માટે યુઝર્સ ટેપ કાર્ડ પર ક્યુઆર કોડ સ્કેન કરી અને કોઈ પણ એડ વેલ્યુ મશીનમાં ચકાસણી કરીને પોતાનાં પેટીએમ ખાતાથી પેમેન્ટ કરી શકશે.

આ યોજનાને મોટો વિસ્તાર આપવા માટે પેટીએમ પહેલાં ચરણમાં કાર્યક્રમો, શૈક્ષણિક સંસ્થાઓ અને કોર્પોરેટ સાથે ભાગીદારી કરી રહ્યું છે. ચુકવણી કરવા માટે ગ્રાહકને વ્યાપારી ટર્મિનલમાં આ કાર્ડને ટેપ કરવાનું છે, જેનાંથી તેમને પેટીએમથી ચુકવણી કરવાની સુવિધા મળે છે. ભલે તેમણે પોતાનો ન લીધો હોય તેનાં માટે કંપની ગ્રાહકોને એક કાર્ડ આપશે.

You might also like