48 ગ્રાહકોએ પેટીએમને લગાવ્યો 6.15 લાખ રૂપિયાનો ચુનો

નવી દિલ્હી : ડિજિટલ લેવડ દેવડની સુવિધા આપનારી કંપની પેટીએમે દાવો કર્યો છે કે 48 ગ્રાહકોએ કંપની સાથે 6.15 કરોડ રૂપિયાનો ગોટાળો કર્યો છે. પેટીએમની આ ફરિયાદ અંગે સીબીઆઇએ ફરિયાદ દાખલ કરી છે. સીબીઆઇ આ પ્રકારનાં કેસમાં બિલ્કુલ દખલ નથી કરતી સિવાય કે કેન્દ્ર સરકાર આવા કિસ્સા તેની પાસે મોકલે અથવા સુપ્રીમ કોર્ટ અથવા હાઇકોર્ટ આદેશ આપે.

સીબીઆઇએ દિલ્હીની કાલકાજી, ગોવિંદપુરી અને સાકેત નિવાસી 15 લોકો ઉપરાંત પેટીએમની પેરેન્ટ કંપની વન 97 કમ્યૂનિકેશનનાં બેનામ અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. પેટીએમનાં લીગલ મેનેજર એમ.શિવકુમારની તરફથી દાખલ ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે કોઇ ગ્રાહકને મળેલા કોઇ સામાનમાં તકલીફ હોય તો કંપની તેને પે કરવાની સાથે સાથે તે સામાન પણ પાછો મંગાવી લેતી હોય છે. જેને મર્ચન્ટ પાસે મોકલી આપવામાં આવે છે. આ સંપુર્ણ પ્રક્રિયા કસ્ટમર કેર એક્જિક્યુટિવ્સની ટીમ દ્વારા કરવામાં આવે છે.

એક્ઝિક્યુટીવ્સને તેના માટે ખાસ આઇડી અને પાસવર્ડ આપવામાં આવે છે. બીજી તરફ આ જ ટીમ ગ્રાહકોને ફરિયાદપર સામાન પરત લેવાની વ્યવસ્થા પણ કરે છે.

ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે કંપનીએ એવા 48 કેસ પકડ્યા છે જેમાં ગ્રાહકોને તેનાં ઓડર્સ સફળતાપુર્વક મળી જવા છતા રીફંડ આપવામાં આવ્યા છે. જો કે તેવું થવું ન જોઇએ અને તમામ ગ્રાહકોને સફળતાપુર્વક અને સંતોષજનક રીતે ડિલિવરીમળી જાય તો તેમને રિફ્ટ આપવાનું હોતુ નથી. પરંતુ આ મામ 48 કિસ્સાઓમાં એવું થયુ છે અને તમામ ને 6.15 લાખ રૂપિયાનું રિફંડ આપવામાં આવ્યું છે.

You might also like