મહિલાઅોને ભારે પડી રહ્યું છે paytmથી પેમેન્ટ કરવાનું

ગાઝિયાબાદ: નોટબંધી બાદ કેશલેસ કોન્સેપ્ટ પર જોર અપાઈ રહ્યું છે અને મોટી સંખ્યામાં લોકો પેમેન્ટ માટે ઇ-વોલેટનો ઉપયોગ કરવા લાગ્યા છે. અા કારણે લોકોની સમસ્યાઅો કરવા લાગ્યા છે. અા કારણે લોકોની સમસ્યાઅો પણ એટલી જ વધી રહી છે. ખાસ કરીને મહિલાઅોને ઇ-વોલેટ યુઝ કર્યા બાદ ઘણા પ્રકારની મુશ્કેલીઅોનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણી મહિલાઅોનું કહેવું છે કે પેટીએમથી પેમેન્ટ કર્યા બાદ તેમની પર ઘણા અજાણ્યા નંબરો પરથી ફોન અાવવા લાગ્યા છે. કોઈ બ્લેન્ક કોલ કરે છે, તો કોઈ અશ્લીલ મેસેજ કરે છે. અા પ્રકારની સમસ્યાથી પરેશાન બે મહિલાઅોઅે ઇંદિરાપુરમ્ પોલીસ ફરિયાદ કરી. પોલીસ ફોન નંબરના અાધારે અારોપીઅોને શોધી રહ્યા છે.

કોઈ મોકલી રહ્યું છે અશ્લીલ GIF
વૈશાલી સેક્ટર ૪માં રહેતી નૂતન હાઉસ વાઈફ છે. તેનું કહેવું છે કે નોટબંધીના ૧૦ દિવસ બાદથી તેને પેટીએમનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. ઘણી જગ્યાઅોઅે તે પેટીએમથી પેમેન્ટ કરી ચૂકી છે ત્યારથી તેના મોબાઈલ પર અજાણ્યા નંબરોથી મેસેજ અાવી રહ્યા છે. ઘણીવાર તો વોટ્સઅેપ પર અશ્લીલ GIf પણ મોકલાય છે. તેનું કહેવાય છે કે જે નંબરથી પેટીએમ એકાઉન્ટ છે તે જ નંબર પરથી વોટ્સઅેપ ચાલે છે. હવે એવો પણ ડર છે કે ક્યાંક કોઈ મારા ડીપીનો કોઈ મિસ યુઝ ન કરી લે. અા ડરથી મેં ડીપી હટાવી દીધો છે અને પોલીસ ફરિયાદ પણ કરી છે.
બપોરે ૧૨થી ૨ વાગે બ્લેન્ક કોલ અાવે છે

વૈશાલી સેક્ટર-૩માં રહેનારી હર્ષિતા પણ પેટીએમનો ઉપયોગ કરે છે. તેનું કહેવું છે કે છેલ્લા કેટલાક દિવસોથી તે અાનો ઉપયોગ કરી રહી છે. જ્યારથી અા સિસ્ટમ અપનાવાઈ છે ત્યારથી તેની પરેશાની વધી ગઈ છે. ત્રણ દિવસથી તેના મોબાઈલ પર બપોરે ૧૨થી ૨ વાગ્યા સુધીમાં ૧૦ બ્લેન્ક કોલ અાવે છે. હર્ષિતાનું કહેવું છે કે પેટીએમ યુઝ કર્યા બાદ કોઈને તેનો નંબર મળ્યો છે.

મોદી વિરોધી મેસેજ મોકલે છે દુકાનદાર
એક મહિલાઅે જણાવ્યું કે અમે થોડા દિવસ પહેલા ઇ-વોલેટથી એક દુકાનદારને પેમેન્ટ કર્યું. દુકાનદારે અમારો નંબર સેવ કરી લીધો અને હવે મોદી વિરોધી મેસેજ વોટ્સઅેપ પર મોકલવાનું શરૂ કરી રહ્યા છે. ત્યારબાદ તે મહિલા દુકાન પર પહોંચી અને વિરોધ વ્યક્ત કર્યો.  દુકાનદારે કહ્યું કે મેડમ તમે અમારા ગ્રાહક છો તેથી તમારો નંબર સેવ કર્યો. મને લાગ્યું કે તમે પણ મોદી વિરોધી હશો તો મેં તમને મેસેજ મોકલી દીધો.

home

You might also like