સરકારે આપી ચેતવણી, ખરાબ પરિણામ ભોગવવા તૈયાર રહે માઓવાદી

સુકમામાં નક્સલવાદીઓએ સીઆરપીએફ જવાનો પર હુમલો કર્યા બાદ કેન્દ્ર સરકારે કહ્યું હતું કે એ માઓવાદીઓ સામે લડવા પોતાની રણનીતિની સમીક્ષા કરશે. હવે છત્તીસગઢ સરકારે ચેતવણી આપી છે કે આવાનાર દિવસોમાં માઓવાદી વિરુદ્ધ મજબૂતી અને પૂરી તાકાતની સાથે ઓપરેશન શરૂ કરવામાં આવશે.

સોમવારે છત્તીસગઢના સુકમાં જિલ્લામાં સીઆપપીએફ પર થયેલા હુમલામાં 25 જવાનો શહીદ થઇ ગયા હતા. ત્યારબાદ કેન્દ્ર અને રાજ્ય સરકારએ સ્પષ્ટ કર્યું છે કે એ આ બાબતે કરારા જવાબ આપશે.

ગૃહમંત્રી રાજનાથ સિંહએ પણ હુમલા બાદ છત્તીસગઢની રાજધાની રાયપુરમાં કહ્યું હતું કે આપણા બહાદુર જવાનોનું બલિદાન વ્યર્થ જશે નહીં. એમણે કહ્યું હતું કે દરેક માઓવાદી પ્રભાવિત રાજ્યોની બેઠક 8 મે ના રોજ થશે. થશે, જેમાં વામપંથી ઉગ્રવાદને જડથી ફેંકવાની રીત પર વિચાર કરવામાં આવશે.

http://sambhaavnews.com/

You might also like