રાજકોટ : પ્રતિષ્ઠિત લોકોનાં તોડ કરવા માટે પાયલ ટોળકી ચલાવતી હોવાનો દાવો : બહાર આવી સીડી

રાજકોટ : રાજકોટમાં બહુચર્ચિત પાયલનાં કેસમાં એક પછી એક અકલ્પનીય વળાંકો આવી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે અગાઉ બિભત્સ સીડીઓ અને દારૂ તથા બિયરની બોટલો સાથે પકડાયેલી પાયલ લાંબો સમય માધ્યમોમાં રહી હતી. જો કે તેણે રામાણી પાસે એક કરોડ રૂપિયાની ખંડણી માંગી રહી હોવાની સીડી બહાર આવતા સનસનાટી મચી ગઇ છે. અગાઉ પાયલે બિલ્ડર રામાણી પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. આ અંગે કાર્યવાહી નહી થતી હોવાનાં દાવા સાથે રાજ્ય પોલીસ મહાનિર્દેશકને અરજી કરી હતી. જો કે રામાણી કોઇ શૈલેષ પટેલ નામની વ્યક્તિ સાથે પાયલનું સ્ટિંગ કરીને સમગ્ર કેસને રફેદફે કરવાની વાતચીત કરી રહી હોય તેવા પ્રકારની સીડી બહાર આવી છે.
બિલ્ડરે કરેલા સ્ટિંગમાં એક વ્યક્તિ આ કેસ રફેદફે કરવાનાં કેટલા નાણા લેશે તેવું પુછે છે. જેના જવાબમાં તે કહે છે કે અન્ય પીડિતાને આપ્યા છે તેનાં કરતા ચાર ગણા નાણા મળે તો તે કેસ રફેદફે કરવા માટે તૈયાર છે. આ સીડી બહાર આવ્યા બાદ કમલેશ રામાણીનાં વકીલે આરોપ લગાવ્યો કે પાયલ ગેંગ બનાવીને પ્રોફેશનલ રીતે મોભાદાર લોકોને લૂંટવાનું ષડયંત્ર રચે છે. તે આવા લોકોને લૂંટવા માટે આ પ્રકારની ટોળકી જ ચલાવે છે. પ્રતિષ્ઠિત વ્યક્તિઓને ફોન કરીને પૈસા પડાવવાની માંગ કરતા ફોનની ડિટેઇલ પણ તેમની પાસે હોવાનો તેઓનો દાવો છે.
વકીલે કરેલા દાવા અનુસાર આ સમગ્ર કૌભાંડમાં પી.આઇ નકુમનું પીઠબળ પાયલને છે. તેનાં ઇશારે જ આ સમગ્ર દોરીસંચાર ચાલી રહ્યો હોવાનો પણ વકીલનો દાવો છે. અત્રે નોંધનીય છે કે પાયલે પોતાનાં બળાત્કાર અંગેની ફરિયાદ રાજ્યનાં ડીઆઇજી, ગૃહમંત્રી, રાષ્ટ્રીય મહિલાપંચ સુધી કરી ચુકી છે. જેમાં તેણે પોતાની સાથે થયેલા શોષણ અંગેની વાત કરી છે.

You might also like