ગુજરાત કોલેજ ફ્લાય ઓવરબ્રિજની નીચે પણ પે એન્ડ પાર્ક

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુજરાત કોલેજ ફ્લાય ઓવરબ્રિજ (કવિ નાનાલાલ)ની નીચે નાગરિકોને પે એન્ડ પાર્કની સુવિધા આપવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયા છે.

અમદાવાદ શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે તેમજ આશ્રમરોડના વાહનચાલકોને પાર્કિંગની સુવિધા અપાવવાના આશયથી મ્યુનિસિપલ કોર્પોરેશન એમ.જે. લાઈબ્રેરીથી લો ગાર્ડન તરફના કવિશ્રી નાનાલાલ ફ્લાય ઓવરબ્રિજની નીચે પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ આપવા માટે ટેન્ડર બહાર પાડ્યા છે.

આ ઓવરબ્રિજના ત્રણે ગાળાના નીચે નાગરિકોને પે એન્ડ પાર્કની સુવિધા અપાશે. જોકે રોડ પર આવેલા દુકાનદારો કે ઓફિસોના માલિકો કે તેમના કર્મચારીઓને આ જગ્યાએ પાર્કિંગની સુવિધા મળવાની નથી. તંત્ર દ્વારા ત્રણ વર્ષનાે કોન્ટ્રાક્ટ અપાશે. ૨૨ ડિસેમ્બર, ૨૦૧૫ સુધીમાં ટેન્ડર ભરીને પરત કરવાના રહેશે. વાહન પાર્કિંગ ફી અંગેની પાર્કિંગ સમય અને તારીખ દર્શાવતી લેખિત પહોંચ નાગરિકને આપવાની રહેશે તેમજ લોકો જોઈ શકે તે પ્રમાણે વાહન પાર્કિંગ ફીના ધોરણ દર્શાવતું બોર્ડ દરેક પાર્કિંગ સાઈટના પ્રવેશ અને બહાર નીકળવાની જગ્યાએ સ્પષ્ટ રીતે પહોંચી શકાય તે રીતે કોન્ટ્રાક્ટરે મૂકવાના રહેશે.

You might also like