IRCTC એ શરૂ કરી પે-ઓન-ડિલીવરીની સુવિધા

નવી દિલ્હી: તમને જાણીને ખૂબ આનંદ થશે કે હવે તમને ઘરે બેઠા રેલ ટિકીટ મળવાની શરૂઆત થઇ જશે. જી હાં IRCTCએ ગ્રાહકની સેવામાં વધારો કરતાં ટિકીટ મળવા પર ચૂકવણીની સુવિધા શરૂ કરી છે જેમાં યાત્રી ઓનલાઇન ટ્રેન ટિકીટ બુક કરી શકે છે અને ટિકીટ મળવા પર રૂપિયા આપી શકે છે.

IRCTCના એક અધિકારીએ જણાવ્યું કે IRCTCએ પોતાની વેબસાઇટ અને મોબાઇલ એપ દ્વારા પે-ઓન-ડિલીવરીની શરૂઆત કરી છે. જેના માધ્યમથી ટિકીટ મળ્યા બાદ પેમેન્ટ કરી શકો છો.

તત્કાલ ટિકીટોનું બુકિંગ ખુલવા દરમિયાન લોકોને IRCTCની વેબસાઇટ પર જે સમસ્યાનો સામનો કરવો પડે છે આ સુવિધાથી હવે આ સમસ્યાને દૂર કરવામાં આવશે.

શું છે પે-ઓન-ડિલીવરી?
આ સેવા હેઠળ ઓનલાઇન બુક કરવામાં આવેલી ટિકીટ તમારા ઘર સુધી પહોંચાડવામાં આવશે અને ટિકીટના રૂપિયાની ચૂકવણી તમે ટિકીટ મળવાના સમયે કરી શકશો. એટલે કે ટિકીટ મળ્યા બાદ તમે પેમેન્ટ કરી શકો છો. આ સેવાના માધ્યમથી લોકોને ઘરે બેઠા હવે ટિકીટ મળી જશે.

કેવી રીતે કરાવવામાં આવશે ટિકીટ બુક
ગ્રાહકને પીઓડીનો લાભ લેવા માટે એક વખત એમાં રજિસ્ટ્રેશન કરવું પડશે ત્યારે ગ્રાહક આ સુવિધાનો લાભ ઊઠાવી શકશે. રજિસ્ટ્રેશન માટે એક ગ્રાહકને આધાર અથવા પેન કાર્ડ નંબર આપવો પડશે. ત્યારબાદ કોઇ પણ સમયે IRCTCની વેબસાઇટ અથવા મોબાઇલ એપથી ટિકીટ બુક કરાવી શકાશે. આ ટિકીટ યાત્રાના દિવસ કરતાં ઓછામાં ઓછા પાંચ દિવસ પહેલા બુક કરાવી પડશે. એના માટે નક્કી કરવામાં આવ્યું છે કે જો ટિકીટની કુલ રકમ પાંચ હજાર રૂપિયા કરતાં ઓછી છે તો પેસેન્જરે એના માટે 90 રૂપિયા અને સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે. જો ટિકીટની રકમ 5000 રૂપિયા સુધી છે તો 90+ સર્વિસ ચાર્જ અને 5000થી વધારે હોય તો એ માટે 120+ સર્વિસ ચાર્જ આપવો પડશે. પીઓડીની સુવિધા 4000 પિનકોડ વાળા 600 શહેરોમાં પૂરી પાડવામાં આવશે. આ સુવિધા અંદર ડિપાર્ચર તારીખથી 5 દિવસ પહેલા ટિકીટ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જો તમારે ટિકીટ કેન્સલ કરાવવાની છે તો એના માટે તમારે કેન્સલેશન ચાર્જ આપવો પડશે.

http://sambhaavnews.com/

You might also like