રાહુલના નિવેદન પર શરદની મજાક ભુકંપ ન આવ્યો શાંતિથી સુઇ શકાશે

મુંબઇ : કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કેટલાક દિવસો પહેલા કહ્યું હતું કે જો સંસદમાં વડાપ્રધાન મોદીના અંગત ભ્રષ્ટાચાર અંગે બોલશે તો ભૂકંપ આવી જશે. જે અંગે મજાકીયા અંદાજમાં નેશનલ કોંગ્રેસ પાર્ટીન ચીફ શરદ પવારે શનિવારે કહ્યું કે સાંસદ આ બાબતે ચિંતિત હતા કે એવું થવા અંગે તેમની હાલત કેવી હશે.

રાહુલ ગાંધીના આ નિવેદન અંગે પુછવામાં આવતા પવારે કહ્યુ કે, સંસદ સભ્ય ડરેલા હતા અને ચિંતિત હતા કે ભૂકંપના બાદ તેઓ સંસદ ભવનની બહાર કઇ રીતે નિકળશે. પરંતુ કોઇ ભૂકંપ ન આવ્યો તો લાગ્યું કે હવે અમે શાંતિથી સુઇ શકીશું. સંસદનાં શીતકાલીન સત્ર એક પ્રકારે બેકાર જવાનાં કારણે પુછવામાં આવતા પવારે કહ્યું કે તેમણે પોતાનાં 50 વર્ષનાં રાજનીતિક જીવનમાં સંસદ કે વિધાનસભામાં ક્યારે પણ સત્તારૂઢ પાર્ટીને કાર્યવાહી અટકાવતા નહોતી જોઇએ.

કોંગ્રેસ ઉપાધ્યક્ષે ગત્ત અઠવાડીયે જ કહ્યું હતુ કે સરકાર તેને સંસદમાં બોલવા નથી દેતી. સંસદમાં જો તે બોલશે તે ભૂકંપ આવી જશે. રાહુલ ગાંધઈએ સંસદ ભવનમાં પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે હું નોટબંધી અંગે ગરીબો અને ખેડૂતોની પરિસ્થિતી અંગે જાણવા માંગુ છઉં. જો મને સંસદમાં બોલવાની તક આપશો તો ભૂકંપ આવી જશે.

You might also like