પટનામાં એક વિદ્યાર્થીને બેલ્ટ અને બેટ દ્વારા મરાયો ઢોર માર, VIDEO વાયરલ

પટનાઃ એક વિદ્યાર્થી સાથે મારપીટ કરાઇ હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં એક વિદ્યાર્થીને બે યુવકો બેલ્ટ અને બેટથી ફટકારી રહ્યાં છે અને પાસે ઊભેલા તેમનાં અન્ય સાથીદારો આ વીડિયો મોબાઈલમાં કેદ કરતાં નજરે પડી રહ્યાં છે. ત્યારે આ વીડિયોમાં આપ જોઇ શકશો કે વિદ્યાર્થી આ લોકોને આજીજી કરી રહ્યો હોવાં છતાં આ યુવકો તેની સાથે મારપીટ કરતાં સહેજ પણ અચકાતા નથી.

મહત્વનું છે કે આ વિદ્યાર્થીને જ્યારે માર મારવામાં આવી રહ્યો હતો ત્યારે તે વિદ્યાર્થી સતત આજીજી કરી રહેલ છે પરંતુ તેમ છતાં તેને બે યુવકો ઢોર માર મારી રહ્યાં છે. સૌથી અગત્યની વાત એ પણ છે કે આ બંને યુવકોએ હાથમાં કાયદો કઇ રીતે લીધો.

જો કે હજી સુધી આ યુવકને કેમ માર મારવામાં આવ્યો તે હજી સુધી નક્કી નથી થયું. તે વિદ્યાર્થીને માર મારતાની સાથે સાથે તે લોકો તેનો વીડિયો પણ ઉતારી રહ્યાં હતાં. જો કે વિદ્યાર્થીને માર મારનાર યુવકો કોણ હતાં તેમજ તેઓ કેમ આ વિદ્યાર્થીને ઢોર માર મારી રહ્યાં હતાં તેમજ તે લોકોની ધરપકડ કરવામાં આવી છે કે નહીં તે અંગે હજી સુધી કોઇ પણ પ્રકારની માહિતી પ્રાપ્ત થઇ નથી.

You might also like