નીતીશ સરકારે હાઇકોર્ટ તરફથી ફટકો, દા રૂબંદીને ગણાવી ગેરકાયદેસર

નવી દિલ્હીઃ બિહારમાં નીતીશ કુમાર દ્વારા લાગુ કરવામાં આવેલ દારૂબંદીના કાયદાને પટના હાઇકોર્ટે ગેરકાયદેસર ગણાવી છે.  નીતીશ સરકારે બિહારમાં પૂર્ણ દારૂબંદી લાદી હતી. નીતીશ કુમારે ચૂંટણી પહેલાં વચન આપ્યું હતું કે તેઓ ચૂંટણી જીત્યા બાદ દારૂબંદી લાદશે. તેમણે મહિલા સંગઠનની માંગને ધ્યાનમાં રાખીને બિહારમાં દારૂબંદી લાદી હતી. તેમણે દારૂ પીવા અને રાખવા પર પણ પ્રતિબંધ લાદ્યો હતો.

નીતીશ કુમારે ઓગસ્ટમાં વિધાનસભામાં કહ્યું હતું કે તેઓ બિહારને નશામુક્ત રાજ્ય બનવવા માંગતા હતા.  પરંતુ બિહાર સરકારના આ પ્રયાસને બીજેપીએ કાળો કાયદો અને તગલકી વિચાર ગણાવ્યો હતો. બીજેપી નેતા નંદકિશોરે કહ્યું હતું કે તેઓ દારૂના વિરોધી નથી કારણકે દારૂને કારણે તેમની દિકરીઓ વિધવા થાય છે. પરંતુ જે રીતે નીતીશ કુમાર દારૂબંદી કરી રહ્યાં છે તેની અસર રાજ્યના ગરીબો પર પડશે.  પોલીસ જેને ઇચ્છે તેને અંદર કરી શકે છે.

 

You might also like