પટિયાલા હાઉસ કોર્ટે ફગાવી ગિલાનીની જામીન અરજી

નવી દિલ્હી : પ્રેસ ક્લબમાં દેશ વિરોધી નારાઓ લગાવવાનાં મુદ્દે ધરપકડ કરાયેલા દિલ્હી યૂનિવર્સિટીનાં પુર્વ પ્રોફેસર એસએઆર ગિલાનીની જામીન અરજી પટિયાલા હાઉસ કોર્ટે ફગાવી દીધી છે. ગત્ત સુનવણીમાં કોર્ટે ગિલાનીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. કોર્ટમાં ગિલાનીનાં વકીલને કહ્યું કે કાર્યક્રમ દરમિયાન તેણે નારા લગાવ્યા હોય તેવા કોઇ પુરાવાઓ નથી. એફઆઇઆરમાં પણ તે બાબતનો ઉલ્લેખ છે કે ગિલાનીએ ભીડને નિયંત્રીત કરવા અને નારેબાજી અટકાવવા માટેનાં પ્રયાસો કર્યા હતા.
ગિલાની પર આરોપ છે કે તેણે 10 ફેબ્રુઆરીએ પ્રેસ ક્લબમાં જે કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેમાં આતંકવાદી અફઝલ ગુરૂનાં સમર્થનમાં દેશ વિરોધી નારા લગાવ્યા હતા. સુનવણી પહેલા કોર્ટ પરિસરની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. દેશ વિરોધી નારાઓનાં મુદ્દે વકીલોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.વિરોધ પ્રદર્શન કરતા વકીલોએ પટિયાલા હાઉસ કોર્ટથી ઇન્ડિયા ગેટ સુધી રેલી કાઢી હતી. આ રેલીમાં મોટા પ્રમાણમાં વકીલોએ ભાગ લીધો હતો. રેલી દરમિયાન વકીલોએ વંદે માતરમનાં નારા લગાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે કાલે કોર્ટે દિલ્હીમાં પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયામાં સંસદ પર હૂમલોનાં દોષીત અફઝલ ગુરૂનાં સમર્થનમાં નારા લગાવવાનાં આરોપી દિલ્હી યૂનિવર્સિટીનાં પ્રોફેસર ગિલાનીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.

You might also like