નવું સંશોધન: મહિલા ડોક્ટર ઇલાજ કરશે તો તમારી ઉંમર વધી જશે!

મેસેચ્યૂસેટ્સ: હાવર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ શોધી કાઢ્યું છે કે મહિલા ડોક્ટ પાસે ઇલાજ કરાવનારા વૃદ્ધ દર્દીઓની મરવાની સંભાવના ઓછી થઈ જાય છે. એટલું જ નહિ, હોસ્પિટલમાંથી રજા મળ્યાના 30 દિવસની અંદર ફરી ભરતી થવાની નોબત નથી આવતી. આ શોધનું પરિણામ એએએમએ ઇંટર્નલ મેડિસિનમાં ઓનલાઇન પ્રકાશિત કરવામાં આવ્યા છે. શોધના પરિણામો બતાવે છે કે મહિલા અને પુરુષ ડોક્ટરોની પ્રક્ટિસની પદ્ધતિમાં અંતર હોવાની સંભાવના હોય છે અને તેની અસર દર્દીના સ્વાસ્થ્ય પર પડી શકે છે.

આ રિસર્ચ પર લીડ કરી રહેલા યુસેક ટીએ જણાવ્યું કે મૃત્યુદરના આ અંતરે અમે આશ્ચર્યમાં મૂકી દીધા છે. સૌથી બિમાર મરીજો માટે તેઓના ડોક્ટરનું પુરુષ કે મહિલા હોવું, ખૂબ મહત્ત્વનું સાબિત થઈ શકે છે. યુસેક મેસેચ્યુસેટ્સ પાસે આવેલી હાવર્ડ ટીએસ ચાન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થમાં રિસર્ચ એસોશિયેટ છે. આ રિસર્ચ માટે શોધકર્તાઓની ટીમે મેડિકેયર સુવિધાનો ઉપયોગ કર નારા 65 વર્ષ અથવા એનાથી મોટી ઉંમરના આશરે 10 લાખ દર્દીઓ સાથે જોડાયેલા આંકડાઓની સમીક્ષા કરી હતી. આ એવા મરીજ હતા, જેઓને સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓને કારણે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા.

You might also like