દરદીના જ શરીરમાંથી મેળવેલા સ્ટેમ સેલ્સનું ઈન્જેક્શન ઝામર દૂર કરશે

અાંખને ભીની રાખવા માટે ઝરતા પાણીની ડ્રેનેજ સિસ્ટમમાં ગરબડ થાય ત્યારે દરદીને ઝાંખું દેખાવા લાગે છે અને અાંખનું અાંતરિક પ્રેશર વધી જાય છે. અા સમસ્યા દૃષ્ટિ માટે જોખમી પુરવાર થાય છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ અાયોવાના રિસર્ચરોએ ઉંદરોમાં ઝામરની તકલીફને સ્ટેમ સેલ્સના ઈન્જેક્શન દ્વારા દૂર કરવામાં સફળતા મેળવી છે. અામાં દરદીની જ ત્વચામાંથી ખાસ મૂળભૂત કોષ તરીકે ઓળખાતા સ્ટેમ સેલ્સમાંથી ખાસ ટિશ્યુ પેદા કરવામાં અાવે છે. અાંખમાંથી ડ્રેનેજ માટેની જે નળી છે એ અા સ્ટેમ સેલ્સમાંથી તૈયાર કરવામાં અાવે છે. અા નવી નળીથી અાંખમાંથી વધારાના ફ્લુઈડનું ડ્રેનેજ સરળ થઈ જાય છે અને અાપમેળે ગ્લુકોમા એટલે કે ઝામરને કારણે દૃષ્ટિહીનતાનું જોખમ ઘટી જાય છે.

You might also like