રેશમાએ સમગ્ર આંદોલન સાથે છેડો ફાડીને પોલીસનું શરણ સ્વિકાર્યું

અમદાવાદ : પાટીદાર અનામત આંદોલનની મહિલા આગેવાન રેશ્મા પટેલ આંદોલનથી છેડો ફાડી લીધો છે. પોતાની સામે ઉભા યેલા અવિશ્વાસ મુદ્દે રેશ્મા પટેલે એક ખુલ્લો પત્ર લખીને મહેસાણા હિંસા કેસમાં રાણીપ પોલીસ સ્ટેશનમાં ધરપકડ વહોરી છે. સરેન્ડર થતા પહેલા રેશ્મા પટેલે એક ખુલ્લો પત્ર લખ્યો છે અને પોતાની સામે ઉભા થયેલા અશ્વિવાસ મુદ્દે દુખ વ્યકત કરતા આંદોલનથી પોતાની જાતને દૂર કરવા માટે સરેન્ડર કરી રહી છું તેવું લખ્યું છે.

મે સમાજ માટે આંદોલનમાં કામ કર્યું છે. તેમાં મારો કોઇ અંગત સ્વાર્થ નથી. હાર્દિક પટેલનો પાસની નવી યાદીનો પત્ર છે તેમાં મારૂ નામ નથી. હાર્દિકને કહેવા માંગુ છું કે તમે જેલની ચાર દિવાલમાં બંધ છો તો લોકો તમને અર્ધસત્ય બતાવતા હશે. મારા પરનો તમારો (હાર્દિકનો) વિશ્વાસ ઉડી ગયો તેનું મને દુખ છે. જ્યારે પણ હું તમને મળી છું મે ક્યારે કોઇ વ્યક્તિગત નામની ટીકા નથી કરી. ભૂતકાળમાં મારી જીવનશૈલી મોર્ડન જરૂર હતી પરંતુ મે ક્યારે પણ મારા સંસ્કારો નથી છોડ્યા.

સમાજમાં કોઇ પણ વ્યક્તિ સંપુર્ણ સંપન્ન નથી. છાપામાં વાંચ્યું કે હાર્દિકે કહ્યું કે 17-4 (મહેસાણા) પહેલાનાં તમામ કેસ પાછા ખેંચો તો સમાધાન કરી શું. વિશ્વાસ નથી આવતો કે આ હાર્દિક પટેલ બોલી રહ્યો છે. હું આ બધી વિટંબણાઓથી દુર થવા અને આંદોલનમાંથી પોતાનો હાથ પાછો ખેંચવા માટે સરેન્ડર કરી રહી છું.રેશ્માએ સ્પષ્ટતા કરી કે તે ક્યારે પણ જામીનની માંગણી નહી કરે અને જેલમાં જ રહેશે.

You might also like