ભાવનગરના નારી ખાતે આજે યોજાશે પાટીદાર સમાજનું શક્તિપ્રદર્શન

ભાવનગર: ભાવનગરના નારી ગામ ખાતે આજે સાંજે પાટીદાર સમાજ દ્વારા મહાસમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનથી પાટીદારો સરકારને પોતાની શક્તિનું પ્રદર્શન કરાવશે. આ સંમેલનમાં રાજસ્થાન, દિલ્હી ના અન્ય સમાજના આગેવાનો પણ હાજર રહેશે તો દાવો કરવામાં આવ્યો છે.

પાટીદાર સમાજનું અનામત માટેનું આંદોલન છેલ્લા વર્ષથી ચાલી રહ્યું છે જો કે સરકારે આ આંદોલનના વચલા માર્ગ તરીકે 10 ઈ.બી.સી ની જાહેરાત કરી પણ પાટીદારો તેમની અનામતની માંગ ને લઇને મક્કમ છે. આજે ભાવનગર જીલ્લાના નારી ગામે સાંજે 5 વાગે પાટીદારોનું મહાસંમેલન તેમજ મહાઆરતી અને મહાપ્રસાદ અને અનામત આંદોલનમાં શહીદ થયેલા યુવકોને અંજલિ આપવાના કાર્યક્રમો યોજવામાં આવશે. આ કાર્યકર્મમાં રાજ્યભરમાંથી 40 હાજર લોકો હાજર રહેવાનો દાવો પાટીદાર નેતાઓ દ્વારા કરવામાં આવ્યો છે.

નારી ગામે યોજાનારા આ કાર્યક્રમમાં 40 હાજરથી વધુ લોકો હાજર રહેવાના હોઈ તેમના માટે મહાપ્રષાદનું આયોજન કરાવામાં આવ્યું છે જેની તૈયારી પણ તડામાર ચાલી રહી છે અહી નારી ગામ ખાતે સાંજે મહેમાનના સન્માન બાદ અનેક વિધ કાર્યક્રમો શરૂ થશે. આ સમેલનમાં હાર્દિકને જેલમાંથી મુક્તિ મળે તે માટે સમાજ સંગઠીત થાય તે માટે પણ ચર્ચા કરવામાં આવશે. ભાવનગરમાં પાસ દ્વારા આ પ્રકારનું પ્રથમ મહાસંમેલન યોજાઇ રહ્યું હોવાથી પાટીદાર સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

You might also like