સુરતમાં ભાજપની વિકાસ યાત્રા દરમિયાન પાટીદારો ઇંડા ફેંકી કર્યો વિરોધ

સુરત: કેન્દ્રમાં મોદી સરકારને બે વર્ષ અને ગુજરાતમાં આનંદીબેન પટેલની સરકારને પણ બે વર્ષ પુર્ણ થતા હોવાને કારણે સમગ્ર રાજયમાં ભાજપના નેતાઓ દ્વારા ગૌરવ વિકાસ યાત્રા કાઠવામાં આવી રહી છે. સુરતના વરાછા વિસ્તારમાં આજે ભાજપ દ્વારા ગૌરવ વિકાસ યાત્રા કાઠવામાં આવી હતી. જ્યાં યાત્રા દરમિયાન કેટલાક પાટીદારોએ મેયર સહિતના નેતાના રથ પર ઇંડા ફેકી વિરોધ કર્યો હતો. તેમજ કેટલીક સોસાયટીની બહાર મહિલાઓએ થાળી વેલણ વગાડી ને વિરોધ નોધાવ્યો હતો.

જેમાં મેયર અસ્મીતાબેન સીરોયા, માજી મેયર નિરંજનભાઇ જાંજમેરા, સાંસદ દર્શનાબેન, ધારાસભ્ય જનક બગદાણાવાલા સહિતના નેતાઓ રેલી દરમિયાન જે રથ પર હતા તેની પર વરાછા ડાહ્યા પાર્ક પાસે પાટીદારો દ્વારા ઇંજા ફેકી વિરોધ કરવામાં આવ્યો હતો. પોલિસ હોવા છતા પણ એક પણ પાટીદાર પોલીસના હાથમાં આવ્યો ન હતો.

જયારે બીજી બાજુ મહિલાઓ પણ ફરી મેદાનમાં ઉતરી હતી. જયા ભાજપની ગૌરવ વિકાસ યાત્રા નીકળી રહી હતી. ત્યા પાટીદાર મહિલાઓ દ્વારા થાળી વેલણ વગાડી વિરોધ નોધાવ્યો હતો.

હાર્દિક પટેલની ધડપકડ બાદ શાંત થઇ ગયેલા આંદોલન બાદ ભાજપ દ્વારા આર્થિક અનામતની જાહેરાત કરવામાં આવી હતી. તેમ છતાં પણ પાટીદારોમાં હજુ પણ ભાજપને લઇને અંદરો અંદર રોષ ભડકી રહ્યો છે. જો ભાજપ યોગ્ય આયોજન નહી કરે તો આગામી 2017ની ચૂંટણીમાં ભાજપને આ પાટીદારો દઝાડે નહી તો નવાઇ નહી.

You might also like