સુરતમાં પાટીદાર યુવકોની કરાઇ અટકાયત, હાર્દિકે આપી સરકારને ચીમકી, જુઓ આ VIDEO

સુરતનાં વરાછા વિસ્તારમાં પાટીદાર યુવકોએ વિરોધ કર્યો. ભાજપનાં યુવા વિજય ટંકાર સંમેલનમાં ભારે વિરોધ નોંધાવ્યો છે. પાટીદાર વિસ્તારમાં ભાજપને શક્તિ પ્રદર્શન ઘણું મોંઘુ પડ્યું છે. અહીં પાટીદાર યુવકોએ પોલીસનાં કાફલાં પર ટામેટા ફેંકી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેથી સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. પોલીસે આ વિરોધ પ્રદર્શનમાં પાટીદાર યુવકોની અટકાયત પણ કરી છે અને હળવો લાઠીચાર્જ પણ કર્યો છે.

પોલીસે પાટીદાર યુવકોની અટકાયત કરતાં પોલીસ પર પાટીદાર યુવકો દ્વારા ટામેટા ફેંકી તેમનો વિરોધ કર્યો હતો. પાટીદાર યુવકોએ BRTS બસ પણ સળગાવી હતી. જેથી સુરતની સમગ્ર પોલીસનો કાફલો વરાછા વિસ્તારમાં ઉતારી દેવાયો છે. પોલીસે અહીં સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ કરવાની પણ શરૂઆત કરી દીધી છે.

તો સુરતનાં વરાછા વિસ્તારમાં પોલીસ દ્વારા પાટીદાર યુવકોની અટકાયત મામલે હાર્દિક પટેલે ટ્વિટ કરીને પોતાનો વિરોધ પણ વ્યકત કર્યો છે. હાર્દિક પટેલે ટ્વિટમાં સરકારને એવી ચીમકી પણ આપી છે કે જો પાટીદાર યુવકોને તાત્કાલિક છોડવામાં નહીં આવે તો હવે ગુજરાતમાં ક્રાંતિ શરૂ થશે.

સુરતમાં પાટીદારોની અટકાયત બાદ હાર્દિક પટેલનું ટ્વિટ
PAAS કન્વીનરો અને પાટીદાર યુવાનોને તત્કાલીન છોડવામાં આવે
પાટીદાર યુવાનોને છોડવામાં નહીં આવે તો ગુજરાતમાં શરૂ થશે ક્રાંતિ
સુરતમાં BJPનાં યુવા વિજય ટંકાર સંમેલનનો પાટીદાર યુવાનોએ કર્યો હતો વિરોધ

You might also like