Categories: Gujarat

પાટીદાર પાવરથી ભાજપને ઝટકોઃ કોંગ્રેસની બેટરી ચાર્જ

અમદાવાદ: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સહિતની છ કોર્પોરેશન, ૩૧ જિલ્લા પંચાયત, ર૩૦ તાલુકા પંચાયત અને પ૬ નગરપાલિકાની બે તબક્કામાં યોજાયેલા ચૂંટણી જંગની આજે સવારથી ભારે ઉત્સુકતાભર્યા માહોલમાં મતગણતરી હાથ ધરાઇ હતી.

મોદી મેજિકનો અભાવ, એન્ટી ઇન્કમબન્સી, પાટીદાર આંદોલન વગેરે કારણોથી ભાજપ માટે આ ચૂંટણી અગ્નિપરીક્ષા સમાન હતી, પરંતુ એલ.ડી. કોલેજ અને ગુજરાત કોલેજના મતગણતરી કેન્દ્રોના ઇવીએમમાં જેમ જેમ મત ગણતરી આગળ વધતી ગઇ તેમ તેમ કમળની છાવણીમાં ઉત્સાહનો સંચાર થતો ગયો.

આજે સવારના ૧૧-૩૦ વાગ્યા સુધીનાે ટ્રેન્ડ જોતાં રાજ્યના કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપની પ્રતિષ્ઠા જળવાઇ રહી છે, પરંતુ આની સાથે સાથે સત્તા પરિવર્તન કરવાના પ્રયાસમાં રાચતી કોંગ્રેસનો પનો ટૂંકો પડયો છે. આ લખાય છે ત્યારે વડોદરા અને સુરતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કશ્મકશભર્યો જંગ છે. જ્યારે અમદાવાદ, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં ભાજપની સત્તાનું પુનરાવર્તન થાય તેમ લાગે છે.

મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલના નેતૃત્વના લિટમસ ટેસ્ટ સમાન ચૂંટણીના પરિણામ અગાઉ અકેન પ્રકારના તર્કવિતર્ક ઉઠયા હતા, પરંતુ આનંદીબહેને એકલા હાથે અનેક પડકારોને ઝીલીને સંપૂર્ણ ચૂૂટણી પ્રચાર પોતાના ખભા પર ઉપાડી લીધો હતો. અમદાવાદ સહિત ઠેર ઠેર રોડ શો, જાહેરસભાઓ, આગેવાનો સાથે સ્નેહમિલનનો ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો.

છેલ્લા એક દાયકામાં સૌથી વધુ પડકારજનક ચૂંટણીમાં ભાજપનો સફાયો કરવાનું કોંગ્રેસનું સ્વપ્ન રોળાયું છે. ભાજપ શાસિત ભાવનગર કોર્પોરેશનના મેયર બાબુભાઇ સોલંકીની હારના સમાચાર જો ભાજપ માટે આંચકારૂપ હતા તો અમદાવાદના મેયર મીનાક્ષી પટેલ ૭,૦૦૦ મતથી પોતાના જોધપુર વોર્ડમાંથી જીતી જતાં ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો સંચાર થઇ ગયો હતો.

સુરત કોર્પોરેશનમાં ૧૧૬ બેઠક પૈકી પ૦માં ભાજપ અને ૩પમાં કોંગ્રેસ, વડોદરા કોર્પોરેશનમાં ૭૬ બેઠક પૈકી ૧૯માં ભાજપ અને ૧પમાં કોંગ્રેસ, રાજકોટ કોર્પોરેશનમાં ૭ર બેઠક પૈકી ર૪માં ભાજપ અને ૧૬માં કોંગ્રેસ, જામનગર કોર્પોરેશનની ૬૪ બેઠક પૈકી ૩૦માં ભાજપ અને ચારમાં કોંગ્રેસ, ભાવનગર કોર્પોરેશનની પર બેઠક પૈકી રપમાં ભાજપ અને ૧૩માં કોંગ્રેસ આગળ ચાલી રહી છે.

admin

Recent Posts

Vibrant Gujarat: એક અનોખુ મોડલ, ઘર બેઠા મળશે 50 ટકા સસ્તા ફળ, 10 હજારને મળશે રોજગારી

અમદાવાદમાં રહેનારાઓ માટે આવ્યાં છે ખુશખબર. જો તમે ઓછી કિંમતમાં તાજા ફળ ખાવા ઇચ્છો છો તો તમારી આ ઇચ્છા જલ્દીથી…

11 hours ago

રખિયાલમાંથી બાળકીનું અપહરણઃ આરોપી ગણતરીની મિનિટોમાં પકડાયો

અમદાવાદ: શહેરના રખિયાલ વિસ્તારમાં ગઇ કાલે મોડી રાત્રે બે વર્ષની બાળકીનું અપહરણ કરીને એક પરપ્રાંતીય યુવક ફરાર થઇ જતાં સમગ્ર…

11 hours ago

રાહુલ ગાંધી 15મી ફેબ્રુઆરી આસપાસ ગુજરાત આવે તેવી શક્યતા

અમદાવાદ: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી તા.૧પ ફેબ્રુઆરીની આસપાસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની મુલાકાતે આવે તેવી શકયતા છે. જો…

11 hours ago

આજે અંબાજીનો પ્રાગટ્ય મહોત્સવ: ઘેર ઘેર દીવા પ્રગટાવી વધામણાં

અમદાવાદ: આજે પોષી પૂનમ છે હિંદુ પંચાંગ અનુસાર બાર મહિનાની પૂનમમાં પોષ માસની પૂર્ણિમા વિશેષ મહત્ત્વની છે. સોમવારે કર્ક રાશિનો…

11 hours ago

ભારે ધસારાના પગલે ફ્લાવર શોની મુદત ચાર દિવસ લંબાવાય તેવી શક્યતા

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સાતમા ફ્લાવર શોનું ગત તા.૧૬ જાન્યુઆરીથી આયોજન કરાયું છે. આ વખતે પુખ્તો…

12 hours ago

પીએનબી કૌભાંડના આરોપી મેહુલ ચોકસીએ ભારતીય નાગરિકતા છોડી

નવી દિલ્હી: રૂ.૧૩,પ૦૦ કરોડના પીએનબી કૌભાંડમાં સરકાર માટે માઠા સમાચાર છે. આ કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોકસીએ ભારતીય નાગરિકતા છોડી…

12 hours ago