પાલનપુરમાં પાટીદારો કરાવશે સામુહિક મુંડન

અમદાવાદ: બનાસકાંઠા જિલ્લામાં પાટીદારો દ્વારા અનામત આંદોલનને આગળ વધારતાં આવતીકાલે ૬ એપ્રિલેના રોજ પાલનપુર ખાતે ગુરૃનાનક ચોકમાં પાટીદારો દ્વારા સામુહિક મુંડન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં સમગ્ર ઉત્તર ગુજરાતના પાટીદાર ભાઇઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ મુંડન કાર્યક્રમમાં આશરે 50 વધુ લોકો મુંડન કરાવશે.

બનાસકાંઠા પાસના કન્વીનર શિવરામભાઈ ફોસીએ ટેલિફોનિક વાતમાં જણાવ્યું હતું કે ૬ એપ્રિલના રોજ પાલનપુરના ગુરૂનાનક ચોક ખાતે સામુહિક મુંડન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હાર્દિક પટેલ સહિત પાટીદારોની જેલ મુક્તિ સહિતની માંગો નહી સંતોષાતા તેના વિરોધમાં જાહેરમાં મુંડન કરાશે અને તેમાં ઉત્તર ગુજરાતમાંથી પ૦ જેટલા લોકોએ મુંડન કરાવવા માટે નોંધણી કરાવી છે.

વધુમાં તેમણે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે હરિયાણામાં જો જાટ લોકોને અનામત મળી શકે છે, તો ગુજરાત કેમ નહી? અમે આર્થિક રીતે નબળા વર્ગના ધોરણે માંગ કરી રહ્યાં છે. આ સરકાર કોના દિશા સૂચનોથી ચાલી રહી છે તે સમજાતું નથી. રાજ્યમાં સરમુખત્યાર શાહી શાસન ચલાવવામાં આવી રહ્યું છે.

You might also like