હાર્દિક પટેલે કર્યુ વિવાદિત ટ્વીટ, ‘મનમોહન સિંહને બંગડી મોકલનારી સ્મૃતિદીદી હવે PMને શું મોકલશે’

પાટીદાર અનામત આંદોલન સમિતિ(PAAS)ના નેતા હાર્દિક પટેલે ઉન્નાવ અને કઠુઆ ગેંગરેપ મુદ્દે ભાજપ પર આકરા પ્રહારો કર્યા. હાર્દિક પટેલે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પર નિશાન સાધ્યું છે. હાર્દિક પટેલનું કહેવું છે કે ”આ પ્રકારની રેપની ઘટનાઓ પર ભાજપના મહિલા મંત્રી સ્મૃતિ ઈરાની ચૂપ કેમ છે.”

પોતાના ટ્વિટર એકાઉન્ટથી હાર્દિક પટેલે લખ્યું છે કે, ”યુપીના ઉન્નાવ અને જમ્મુ કાશ્મીરના કઠુઆની બળાત્કારની ઘટનાઓ બાદ ભાજપ સરકારની મહિલા મંત્રી સ્મૃતિ ઈરાની કેમ ચૂપ છે? દિલ્હીની નિર્ભયાને ન્યાય અપાવવા માટે તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહને બંગડી મોકલનારા સ્મૃતિદીદી હવે પ્રધાનમંત્રી મોદીજીને શું મોકલશે?”

 

આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાનો સાધતા હાર્દિક પટેલે લખ્યુ કે, ”પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યાં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના વિઝન પર જોર આપતા નથી થાકતાં, ત્યારે તેમની પાર્ટીના શાસન ધરાવતા રાજ્યોમાં ગેંગરેપની 2 ઘટનાઓ ના તો માત્ર દેશવાસીઓને શરમજનક કર્યા છે, સાથે જ મહિલા સુરક્ષાના દાવોની વાસ્તવિકતા સામે લાવી દીધી છે.”

કેન્દ્ર સરકારને ઘેરતા હાર્દિક પટેલે લખ્યું કે ભાજપ સરકારમાં કોઈ પુત્રી પર બળાત્કાર થાય છે તો શું તે પુત્રી નથી. કોંગ્રેસની સરકારમાં બળાત્કારની ઘટના ઘટે તો સમગ્ર દેશને ભાજપવાળા હિંસાની આગમાં ઝોકી દેતા હતાં. જાગો ભારત, ફક્ત કેન્ડલ માર્ચથી કઈ શવાનું નથી, સમગ્ર દેશે પોતાની જવાબદારી સમજીને રોડ પર આવવું પડશે.

ઉલ્લેખનીય છે કે, ઉન્નાવ ગેંગરેપમાં મુખ્ય આરોપી ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગરને પોલીસ પકડી ચૂકી છે. જ્યારે કઠુઆ ગેંગરેપ મામલે CBI દ્વારા તપાસ થઈ રહી છે. 8 વર્ષની બાળકીનો રેપ અને ત્યારબાદ હત્યાની ઘટના મામલે CBI ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં ચાર પોલીસકર્મીઓ ઉપરાંત ચાર અન્ય લોકોના નામ પણ સામેલ છે. હાલ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

You might also like