પાટીદાર આગેવાન હાર્દિક પટેલ 6 મહિના પછી પહોચ્યો ગુજરાત

અમદાવાદઃ હાર્દીક પટેલે ફરી વાર પાટીદાર આંદોલનમાં નવો શ્વાસ ફૂંક્યો છે. આશરે આજે 6 મહિના પછી હાર્દિકની ઘર વાપસી થઈ છે. જેને પગલે રતનપુર બોર્ડર પર તેનું ભવ્ય સ્વાગત કરવામાં માટે તૈયારીઓ કરાઈ રહી છે. પરંતુ હાર્દિકના આ કાર્યક્રમ પત્યે સ્થાનિક તંત્રએ કકડ વલણ અપનાવ્યું છે. સાબરકાંઠાના અધિકારીઓએ હાર્દિક અને તેના કાર્યક્રમ પ્રત્યે સઘન કડક વ્યવસ્થા તૈયાર કરી છે.

હાર્દીક પટેલ આજે સવારે રતનપુર બોર્ડ પાસે આવ્યો હતો, આ પ્રસંગે તેમના કાર્યકરોએ તેનું સ્વાગત કર્યુ હતું. તેની સાથે આ પાંચસોથી વધુ કારોનો કાફલો જોડાશે તેવો દાવો પાસના નેતાઓએ કર્યો છે. જોકે ભિલોડના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટે રતનપુર બોર્ડર પર માત્ર પાંચ જ વાહનો લઈ જવાની મંજૂરી આપી છે. જેના પગલે પાટીદાર આયોજકો વિમાસણમાં મૂકાયા છે.

જોકે ભિલોડાને મેજિસ્ટ્રેટે હાર્દિકના કાર્યક્રમ માટે અન્ય કડક શરતો પણ રાખી છે. જેના લીધે પાસના નેતાઓની મુશ્કેલી વધી ગઈ છે. મેજિસ્ટ્રેટે આ કાર્યક્રમને મંજૂરી આપવા સાથે શરતો રાખી છે. રતનપુર બોર્ડર પર ત્રણ કિલોમીટર સુધીના ઘેરાવામાં વાહનો પાર્ક નહીં કરી શકાય. જેને પગલે લાખોની સંખ્યામાં પાટીદારો આવવાનો દાવો કરનારા પાસના નેતાઓ મૂંઝવણમા મૂકાયા છે.

હાર્દિક સાંજે પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલના આશીર્વાદ લેવા તેમના ગાંધીનગરસ્થિત નિવાસસ્થાને જશે. દરમ્યાન પાસ દ્વારા આગામી દિવસોમાં રાજકોટ અથવા સુરતમાં હાર્દિક પટેલ કેશુભાઇની સાથે જંગી જાહેરસભા ગજાવશે તેવું એલાન પણ કરાયું છે. દરમ્યાન પાસના મીડિયા પ્રવક્તા વરુણ પટેલ કહે છે, આજે સાંજે હાર્દિક કેશુભાઇની રૂબરૂ મુલાકાત લઇને તેમના પાટીદાર અનામત આંદોલન માટેના આશીર્વાદ લેશે, જોકે કેશુભાઇ અમારી લડતમાં સક્રિય રીતે જોડાય તેવી અમારી ઇચ્છા છે.

કેશુભાઇની સક્રિય ભૂમિકાથી અમને જોમ અને જુસ્સો મળશે. પાસ દ્વારા આગામી દિવસોમાં હાર્દિક અને કેશુભાઇ એક જ મંચ ઉપર ઉપસ્થિત રહીને સમાજને માર્ગદર્શન પૂરું પાડે તે દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે. રાજકોટ અથવા સુરત પૈકી કોઇ પણ એક શહેરમાં હાર્દિક કેશુભાઇની સાથે સભા ગજાવશે.

દરમ્યાન રાજ્ય સરકાર સામે એક પછી એક આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાની ચીમકી પણ પાસ દ્વારા અપાઇ છે. પાસના મીડિયા પ્રવક્તા વધુમાં કહે છે પાટીદાર અનામત આંદોલનકારીઓ રાજ્ય સરકાર સાથે વધુ વાટાઘાટ કરવા પણ તૈયાર છે.

http://sambhaavnews.com/

You might also like