સુરતમાં પાટીદારોએ પોલીસ ચોકીમાં લગાવી આગ

સુરત : પાટીદારો અનામત આંદોલનનો બીજો સ્ટેજ ચાલુ થવાની સાથે જ હિંસક બની ચુક્યો છે. એક તરફ જ્યારે મહેસાણામાં કર્ફ્યું લાદી દેવામાં આવ્યો છે. બીજી તરફ અડધા રાજ્યમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. તેવા સમયે મુખ્યમંત્રીનું વિવાદાસ્પદ નિવેદને બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. જેનાં પગલે સુરતમાં જેલભરો આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી.પાટીદારો મોટા પ્રમાણમાં જેલભરો આંદોલનમાં ઉમટ્યા હતા.

જો કે આંદોલન શાંતિપુર્ણ રહેવાનાં બદલે હિંસક બન્યું હતું. પાટીદારો દ્વારા પોલીસનાં વાહનોની હવા કાઢી નંખાઇ હતી ઉપરાંત પોલીસ પર કાંકરીચાળો પણ કરાયો હતો. ઉપરાંત કચરાપેટીઓ સળગાવી દેવામાં આવી હતી. જેનાં પગલે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. જેનાં પગલે વરાછા વિસ્તારમાં આવેલી મતાવાડી પોલીસ ચોકીને અસામાજિક તત્વોએ નિશાન બનાવી હતી. પોલીસ ચોકીમાં રહેલા દસ્તાવેજો, લેપટોપ સહિત સમગ્ર પોલીસ ચોકી સળવી ગઇ હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ અનામત આંદોલન હિંસક થયું ત્યારે પણ માતાવાડી પોલીસ ચોકી સળગાવાઇ હતી.

ગુજરાતમાં હાલ જે રીતે આંદોલન ચાલી રહ્યું છે તેનાં પગલે મહેસાણામાં તો સંપુર્ણ કર્ફ્યું લાદી દેવામાં આવ્યો છે. જ્યારે સુરત જિલ્લામાં કલમ 144 લગાવી દેવામાં આવી છે. બીજી તરફ પાસ દ્વારા કાલે ગુજરાત બંધનું એલાન આહ્વાહીત કરવામાં આવ્યું છે. જ્યારે એસટી દ્વારા મોટા ભાગની ટ્રીપ કેન્સલ કરવામાં આવી છે. તો અમુક ટ્રીપને ડાયવર્ટ કરી દેવામાં આવી છે. ડ્રાઇવર કન્ડક્ટરને પોલીસ ચોકીમાં જ રાતવાસો કરવા માટેનાં આદેશો આપવામાં આવ્યા છે.

You might also like