મહેસાણામાં જેલ ભરો આંદોલન બન્યું હિંસક, પોલીસ પર પથ્થરમારો, 20 ટિયરગેસ છોડાયા

અમદાવાદ: છેલ્લા ૬ મહિના થી જેલ વાસ ભોગવી રહેલા પાટીદારો ના અનામત આંદોલનના કન્વીનારો ને જેલમાંથી મુક્ત કરવા આજે પાટીદારો કાયદો હાથમાં લેવા જેલ ભરો આંદોલન છેડ્યું છે સુરત અને નવસારીના પાટીદારો લાજપોર જેલ પાસે દેખાવો કરવાના હોવાથી જેલ બહાર પોલીસ તૈનાત કરી દીધી છે કોઈ અ ઇછાનીયા બનાવ તેની તકેદારી રાખવા આવી છે. આંદોલનમાં મોટી સંખ્યામાં પાટીદારો જોડાવાની શક્યતા હોઇ અનિચ્છનીય બનાવ અટકાવવા એસઆરપી અને સ્થાનિક પોલીસનો મોટો કાફલો ઉતારી દેવાયો છે. તાજેતરમાં મળતી માહિતી મુજબ સુરતના વરાછામાં જેલભરો આંદોલન શરૂ થઇ ગયું છે જેમાં 100 જેટલા પાટીદારો અટકાયત કરવમાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

તાજેતરમાં મળતી માહિતી મુજબ મહેસાણામાં પોલીસ અને પાટીદારો વચ્ચે ઘર્ષણ સર્જાતા પાટીદારોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પોલીસે કાબૂ મેળવવા માટે 20 જેટલા ટિયરગેસ છોડ્યા હતા તેમજ વોટરકેનનો માર્યો ચલાવ્યો હતો. પથ્થરમારો કરવામાં આવતાં ચારેય તરફ અફરા-તફરીનો માહોલ સર્જાયો છે. આ પથ્થરમારામાં એસપીજીના નેતા લાલજી પટેલને માથાના ભાગમાં ઇજા પહોંચી હોવાથી તેમને હોસ્પિટલમાં ઘસેડાયા છે. મહેસાણામાં બંધનો માહોલ સર્જાયો છે.

એસજીના નેતા લાલજી પટેલ તથા ભાજપના નેતા મંત્રી નિતિન પટેલે શાંતિની અપીલ કરી છે.

હાર્દિક પટેલનો વધુ એક લેટર બોમ્બ, મુક્તિને બદલે 27 મુદ્દાને આપ્યું મહત્વ

સુરત શહેરમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા જેલ ભરો આંદોલનની જાહેરાત થતા શહેરમાં એસ.આર.પી સહિતનો પોલીસ કાફલો ઠેરઠેર ગોઠવી દેવામાં આવીયો હતો. સુરત પાસના કાર્યકરો મોટી સંખ્યામાં સુરત શહેર પોલીસ કમિશનર,લાજપોર જેલ,વરાછા પો.સ્ટે,કતારગામ પો.સ્ટે તેમજ ડીસીબી પોલીસ મથકે ભેગા થઇ જય સરદાર, જબતક સુરજ ચાંદ રહેગા તબ તક હાર્દિક તેરા નામ રહેગા, હાર્દિકને જેલ મુક્ત કરોના સુત્રોચાર સાથે પાટીદારોની વિશાળ રેલી સ્વરૂપે કતારગામ પોલીસ મથકે પહોંચી ૨૦૦થી વધુ પાટીદાર આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. કોઈ ઈચ્છનીય ઘટના ના બને એ માટે સુરત શહેર પોલીસ એલર્ટ હતી.

પાટીદારો દ્વારા જેલભરો આંદોલન ની શરૂઆત મહેસાણા તથા સુરતથી કરવામા આવી છે. પાટીદારો કાળી છત્રી લઇને સવારથી સંમેલન સ્થળે ઉમટી રહ્યા છે. આયોજકોનો દાવો છેકે, 20 હજાર મહિલાઓ સાથે એક લાખ પાટીદારો આંદોલનમાં ઉમટી પડીને ભાજપ સરકાર સામે જોરદાર શક્તિ પ્રદર્શન કરશે.પાટીદારો સામે ચાલીને ધરપકડ વહોરશે. જો પોલીસ ધરપકડ નહી કરે તો મહેસાણા જેલની બહાર પાટીદારો રામધૂન બોલાવશે અને જય સરદાર,જય પાટીદારના નારાથી વાતાવરણ ગુંજવી દેશે.

હાર્દીક પટેલ સહિતના યુવાનો પર લાગેલા કેસ પાછા ખેંચવાના મુદ્દે એસપીજી દ્વારા હાથ ધરવામા આવેલા જેલ ભરો આંદોલન પર કોંગ્રેસે સરકારની ઝાટકણી કાઢી છે. કોંગ્રેસે સરકારની જન વિરોધીનીતિના કારણે યુવાનો આંદોલન કરવા રસ્તા પર આવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. શિક્ષણ, સ્વાસ્થ્ય અને બેરોજગારીના મુદ્દે યુવાનોમા રહેલા આક્રોશનું આ પરિણામ હોવાનું ગણાવ્યું છે. કોંગ્રેસે હાર્દીક પટેલનું નામ લીધા વગર પાટીદાર યુવાનો પર થયેલા કેસ પાછા ખેંચવાની માંગણી કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આંદોલન સ્થળે આવવા માટે તાલુકા-જીલ્લા કક્ષાએથી ખાસ વાહન સુવિધા પણ કરવામાં આવી છે. જો કે, કલેક્ટર જાહેરનામું પ્રસિધ્ધ કરીને શહેરની અંદર વાહનો લઇને આવવા પર પ્રતિબંધ મુક્યો છે. આંદોલનમાં ભાગ લેનાર પાટીદારો માટે ફુલવડીના એક લાખ પેકેટો, પાંચ લાખ પાણીના પાઉચો, છાશ અને ચા-નાસ્તાના કાઉન્ટરો પણ હાઇવ પર ગોઠવાયા છે. હાર્દિક પટેલ સામે રાષ્ટ્રદ્રોહ નોંધીને જેલમાં મોક્લ્યા બાદ લાલજી પટેલે આંદોલનની આગેવાની લઇ લીધી છે.

You might also like