જેલમાં બંધ હાર્દિકને છોડાવવા લાલજી પટેલે તૈયાર કર્યો પ્લાન

અમદાવાદ: અાજે રાજ્યભરમાં ૬ મહાનગરપાલિકા માટે મતદાન હાથ ધરાયું હતું. દિવસ દરમિયાન મતદાર યાદીમાંથી નામ ગાયબ થવાના મામલે ખૂબ હોબાળો મચ્યો હતો. અનેક લોકોનાં નામ મતદાર યાદીમાંથી ગાયબ થયેલા જાેવા મળ્યાં જેમાં મોટા ભાગે પાટીદારો હોવાનું જાણવા મળ્યું.

અા ઉપરાંત મતદાર યાદીમાં અનેક છબરડા પણ ધ્યાનમાં અાવ્યાં હતા. પાટીદારોના અેક ગ્રૂપ સરદાર પટેલ ગ્રૂપના પ્રમુખ લાલજી પટેલે અા મુદ્દે અાકરી પ્રતિક્રિયા અાપી હતી. તેમણે કહ્યું કે મતદાર યાદીમાં નામ કપાવા અે ભાજપનું ષડયંત્ર છે.

લાલજી પટેલે અા ઉપરાંત પાટીદારોના અેકદમ શાંત પડી ગયેલા પાટીદાર અાંદોલન મુદ્દે પણ ખુલાસો કર્યો હતો. અત્યાર સુધી અનેક અેવા અારોપો જાેવા મળ્યાં છે કે પાટીદાર અનામત અાંદોલન સમિતિના કન્વનર અને રાજદ્રોહના ગુનામાં જેલમાં બંધ હાર્દિક પટેલને છોડાવવા માટે કોઈ પ્રયત્નો થઈ રહ્યાં નથી. પરંતુ લાલજી પટેલે અા અટકળનો અંત લાવતા કહ્યું કે હાર્દિકને છોડાવવા માટે હવે જેલ ભરો અાંદોલન કરવામાં અાવશે.

મોટાભાગે ૩જી ડિસેમ્બરે અા અાંદોલન કરાશે પરંતુ તે અંગે વિધિવત સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી જાહેરાત કરવામાં અાવશે.

You might also like