બાદશાહ સુકન્યા બોન્ડ અર્પણ કાર્યક્રમમાં પાસનાં બે કન્વીનરની અટકાયત

સુરત : પાટીદારોમાં બાળકીનાં જન્મને પ્રોત્સાહન આપવા માટે સમસ્ત પાટીદાર સમાજ 2015 અને 2016માં જન્મનારી બાળકીઓને 2-2 લાખ રૂપિયાનાં બોન્ડ આપ્યા હતા. આ બોન્ડ અનુસાર જ્યારે દિકરી 21 વર્ષની થાય ત્યારે તેને પાકતી મુદ્દતે 2 લાખ રૂપિયા મળે તેવા બોન્ડ આપ્યા હતા. જો કે આ કાર્યક્રમ પણ વિવાદમાં સપડાયો હતો. પાસનાં બે કન્વીનર નીખીલ સવાણી અને ધાર્મિક માલવીયાની પોલીસે કાર્યક્રમ સ્થળની બહારથી જ અટકાયત કરી હતી. આ કાર્યક્રમમાં મોટા ભાગનાં પાટીદાર આગેવાનો હાજર રહ્યા હતા.

જો કે કયા કારણોસર આ બંન્નેની અટકાયત કરવામાં આવી છે તે અંગે હજી સુધી કોઇ માહિતી પ્રાપ્ત નથી થઇ રહી. ઉપરાંત આ કાર્ય કોનાં ઇશારે કરવામાં આવ્યું હતું તે અંગે પણ કોઇ સ્પષ્ટતા પોલીસ દ્વારા નથી કરવામાં આવી રહી. પોલીસે માત્ર આ બંન્નેને કાર્યક્રમનાં સ્થળની અંદર નહી પ્રવેશવા દેવાનો તેમને આદેશ હોવાનું જણાવ્યું હતું.

કાર્યક્રમમાં સંતશ્રી મોરારી બાપુ તથા ભાઇશ્રી તરીકે વિખ્યાત રમેશભાઇ ઓઝા મુખ્ય મહેનાત તરીકે ઉપસ્થિત રહ્યાહ તા. તે ઉપરાંત રાજ્યનાં મંત્રીઓ જેવા કે સૌરભ પટેલ, નિતીન પટેલ, નાનુ વાનાણી સહિતનાં નેતાઓ. જ્યારે પાટીદાર અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. બાદશાહ સુકન્યા બોન્ડ યોજના હેઠળ ગુજરાતનાં પાટીદાર પરિવારોમાં 2015-16 દરમિયાન જન્મેલી 10,000 દિકરીઓને બોન્ડ આપવામાં આવ્યા હતા. પાકતી મુદતે એટલે કે 21 વર્ષે આ તમામ દિકરીઓને 2 લાખ રૂપિયા મળશે.

જે દિકરીઓ માટે આ યોજના બનાવાઇ છે તે દિકરીઓનાં નામે જ બેન્ક એકાઉન્ટ ખોલવામાં આવશે. આ એકાઉન્ટમાં દર વર્ષે ચોક્કસ રમા થઇ જશે. જે પાકતી મુદતે 2 લાખ રૂપિયાથી વધારેની રકમ તેને મળશે.

You might also like