પાટીદાર અનામત આંદોલનની દિશા હવે ૧૦મીએ નક્કી થશે

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર સહિતના ‘પાસ’ના સહયોગીઓ જેલમાં હોવાને કારણે હાલમાં ઠંડા પડી ગયેલા પાટીદાર અનામત આંદોલનને વેગ આપવા માટે નવા વર્ષની શરૂઆતે ‘પાસ’ કોર કમિટીની બેઠક સાળંગપુર ખાતે ૧૦ ડિસેમ્બરે સવારે ૧૦.૦૦ કલાકે મળી રહી છે.

‘પાસ’ – અમદાવાદના કોર કમિટી સભ્ય અતુલ પટેલે જણાવ્યું કે, ”આ બેઠકમાં કોર કમિટીના કુલ ૧૧ સભ્ય અને ગુજરાતભરમાંથી આવનારા કુલ ૩૦થી વધુ સભ્ય મળીને ૬૦ જેટલા સભ્ય બેઠકમાં સર્વસંમતિથી અનામત આંદોલનને વેગવંતુ બનાવવાની દિશા નક્કી કરીશું.”
એસપીજીના નેતા લાલજી પટેલ કે એસપીજીના કોઈ પણ સભ્ય હાજરી આપશે નહીં.
આ મિટિંગનો મુખ્ય એજન્ડા ‘પાસ’ના નેતા હાર્દિક પટેલ સહિત કાર્યકરોને જેલમાંથી છોડાવવાનો છે. ઉપરાંત ‘પાસ’ સંગઠનને વધુ મજબૂત કરવાનો છે.

You might also like