પાટીદાર આંદોલનને લઇને સરકાર અને પાટીદાર આગેવાનો વચ્ચે બેઠક, હાર્દિકે આપ્યું આ નિવેદન…

પાટીદાર અનામત આંદોલનને લઇને સરકાર અને પાટીદાર આગેવાનો વચ્ચે આજે મહત્વની બેઠક મળવાની છે. આ બેઠકમાં પાસ અને એસપીજીના આગેવાનો ઉપસ્થિત રહેવાના છે. પાસના 18 સભ્યોની ટીમ હાજર રહેશે. જો કે આ બેઠકમાં હાર્દિક પટેલ ઉપસ્થિત રહેશે નહી. હાર્દિક પટેલે આ બેઠકને લઇ જણાવ્યું હતું કે ભાજપના આગેવાનો આ બેઠકમાં ઉપસ્થિત રહેવા જોઇએ નહીં.

પાસના કન્વીનર હાર્દિક પટેલે બેઠકને લઇને નિવેદન આપ્યું છે કે બેઠક નિષ્ફળ જશે તો આંદોલન ડબલ તાકાતથી આગળ વધશે. સંગઠનના કોઇપણ નેતા બેઠકમાં હાજર રહેવા જોઇએ નહી. ચૂંટણીનો સમય નજીક આવતા સરકારને બેઠક યાદ આવી છે.

You might also like