અનામત માટે વધારે એક પાટીદારની આત્મહત્યા : મોદી પર વિંઝ્યા ચાબખા

રાજકોટ : ધોરાજીનાં ગેલેક્સી ચોક નજીક આવેલા બજરંગ ગેસ્ટ હાઉસનાં રૂમ નંબર 105માં પાટીદાર યુવકે આત્મહત્યા કરી લીધી છે. પ્રાપ્ત વિગતો અનુસાર પ્રકાશ વલ્લભભાઇ શાણી નામનો આ યુવક મુળ મોટી પાનેલી ગામનો રહેવાસી છે. ગેસ્ટ હાઉસનાં રૂમમાં ઝેરી દવા ગટગટાવીને આ યુવકે આયખુ ટુંકાવ્યું હતું. આ યુવકે પાસનાં ક્નવીનર, પોતાની પત્ની, તેમજ સરકારને સંબોધીને સુસાઇડ નોટ લખી હતી. આ અંગેની માહિતી મળતાની સાથે ઉચ્ચ અધિકારીઓ સાથેનો પોલી કાફલો ઘટનાં સ્થળે પહોંચી ગયો છે.
અત્રે ઉલ્લેખનીય છેકે પાટીદાર અનામત આંદોલનનાં કારણે અગાઉ રાજકોટ જિલ્લામાં બીજા પાટીદાર યુવકે આત્મહત્યા કરી હોવાની ઘટનાં બની છે. અગાઉ ઉમેશ પટેલ નામનાં યુવકે આત્મહત્યા કરી હતી. જેનાં પડધા ગુજરાતમાં ઘેરા પડધા પડ્યા હતા. ત્યાર બાદ ઘણા પાટીદારો દ્વારા આત્મહત્યાનાં પ્રયાસો કરવામાં આવ્યા હતા. જો કે આત્મહત્યા કરનારા યુવક પાસેથી બે સુસાઇડ નોટ મળી આવી છે. હાલ તો પોલીસે આ અંગે આત્મહત્યાનો ગુન્હો નોંધીને વધારે તપાસ આદરી છે.
યુવકે નરેન્દ્ર મોદીને સંબોધિને લખેલા પત્રમાં પોતાનું હૃદય ઠાલવ્યું હતું. યુવકે નબળું વરસ હોવાનાં કારણે દેવું વધી ગયું હોવાની વાત કરી હતી. તેણે ઉલ્લેખ કર્યો કે નરેન્દ્ર મોદી જ પાટીદારોને કફન ઓઢાડી દેવા માંગે છે. તેણે અપીલ પણ કરી હતી કે મારા પરિવારને કોઇ હેરાન ન કરે તેની તેણે લલિત કુમાર નામનાં વ્યક્તિને અપીલ કરી છે.

You might also like