માનહાનીનો ગુનો સાબિત : કેજરીવાલ વિધુડી વિરુદ્ધ બોલીને ફસાયા

નવી દિલ્હી : ભાજપ સાંસદ રમેશ વિધુડીની તરફથી દાખલ ગુનાહિત માનહાનીના કેસમાં પટિયાલા હાઉસ કોર્ટે દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વિરુદ્ધ આરોપ સાબિત થઇ ચુક્યા છે. અગાઉ ગુનાહિત માનહાની મુદ્દે સુનવણી દરમિયાન ફરિયાદકરનાર રમેશ વિધુડીએ કહ્યું કે તેઓ દરેક તારીખે કોર્ટમાં રજુ થાય છે, પરંતુ કેજરીવાલ હાજર નથી થઇ રહ્યા.

સુનવણી દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પોતે કોર્ટમાં હાજર થયા હતા. અત્રે નોંધનીય છે કે અગાઉ સુનવણી દરમિયાન કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોર્ટમાં રજુ થવાની છુટ અપાઇ હતી. દક્ષિણ દિલ્હીથી ભાજપના સાંસદ રમેશ વિધુડીએ કેજરીવાલની વિરુદ્ધ માનહાનીનો કેસ દાખલ કર્યો હતો.

વિધુડીએ આરોપ લગાવ્યો હતો કે કેજરીવાલે એક સમાચાર ચેનલના ઇન્ટરવ્યુ દરમિયાન ખોટુ બોલ્યા હતા. વિધુડી અને કોંગ્રેસના એક નેતા વિરુદ્ધ કેસ છે. પરંતુ દિલ્હી પોલીસે તેમની વિરુદ્ધ કાર્યવાહી નથી કરી. વિધુડીનો દાવો છે કે તેની વિરુદ્ધ કોઇ કેસ ચાલી નથી રહ્યો. પરંતુ કેજરીવાલના આ નિવેદન અંગે માનહાનીનો કેસ દાખળ કરવામાં આવ્યો હતો.

You might also like