પઠાણકોટ એરબેસ અટેકમાં પોલીસ અધિકારી સલવિંદર સિંહ પર રેપનો કેસ

પંજાબ પોલીસે પઠાણકોટ હુમલામાં શંકાસ્પદ ગુરુદાસપુરના પૂર્વ સુપરીન્ટેન્ડેટ ઓફ પોલીસ સલવિંદક સિંહના વિરુદ્ધ રેપ બાબતે કેસ દાખલ કર્યો છે. આ એફઆઇઆર બુધવારે ગુરુદાસપુમાં દાખલ કરવામાં આવી હતી. બે વર્ષ પહેલા રેપ પીડિતાના પતિએ સલવિંદર સિંહ વિરુદ્ધ ફરિયાદ કરી હતી.

સલવિંદર સિંહના વિરુદ્ધ આ પહેલી એફઆરઆઇ છે. આ વર્ષે જાન્યુઆરીમાં એસપી સલવિંદર સિંહ વિવાદોમાં ઘેરાયેલા હતાં. જાન્યુઆરીમાં પઠાણકોટ એરબેઝ પર થયેલા આતંકી હુમલા સંદર્ભે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા કરવામાં આવેલી પૂછપરછથી ચર્ચામાં આવેલા પંજાબના વિવાદાસ્પદ પોલીસ અધિકારી સલવિન્દર સિંહ પર હવે રેપ અને લાંચનો આરોપ લાગ્યો છે. પંજાબના મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલને એક ફરિયાદ કરવામાં આવી છે જેના આધારે ખાતાકિય તપાસ બાદ સલવિંદર સિંહ વિરુદ્ધ પોલીસ કેસ નોંધવામાં આવ્યો છે.

ગુરુદાસપુરના ડીએસપી પરમિન્દર સિંહે જણાવ્યું કે એક સરકારી કર્મચારીએ સલવિન્દર સિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે તેમણે વર્ષ 2014માં તેમની પત્ની પર શારીરિક હુમલો કર્યો અને 59000 રૂપિયાની લાંચ પણ માંગી હતી. હવે ખાતાકિય તપાસ બાદ કેસ નોંધી લેવામાં આવ્યો છે.

અત્રે જણાવવાનું કે સલવિન્દર સિંહ વિરુદ્ધ આ કેસ ઉપરાંત કથિત યૌન ઉત્પીડનના અન્ય મામલાઓમાં પણ તપાસ ચાલી રહી છે. આ મામલે કેટલીક મહિલા કોન્સ્ટેબલોએ ફરિયાદ નોંધાવી હતી. પંજાબના ગુરુદાસપુર જિલ્લામાં એસપી રહેલા સલવિન્દર સિંહે પઠાણકોટ એરફોર્સ બેઝ પર થયેલા હુમલા બાદ દાવો કર્યો હતો કે હુમલો કરનાર આતંકીઓએ તેમના રસોઈયા અને એક ઝવેરી મિત્ર સાથે તેમનું અપહરણ કરી લીધુ હતું.

તેમના કહેવા મુજબ આતંકવાદીઓએ તેમની સરકારી કાર પડાવી લીધી હતી અને તે કારનો ઉપયોગ કરીને પઠાણકોટમાં દાખલ થયા હતાં. અને ત્યારબાદ 2જી જાન્યુઆરીએ એરફોર્સ બેઝ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં સાત જવાનો શહીદ થયા હતાં અને 20 ઘાયલ થયા હતાં.

You might also like