પઠાણકોટ નહેરમાંથી મોટા પ્રમાણમાં કારતુસો અને મેગઝીન મળતા ચકચાર

પઠાણકોટ : આતંકવાદી હૂમલાનો શિકાર બનેલા એરફોર્સ સ્ટેશનથી લગભગ 10 કીલોમીટર દુર એક નહેરમાંથી મોટા પ્રમાણમાં કારતુસ અને મેગેઝીન મળી આવતા ચકચાર મચી ગઇ છે. આ કારતુસો તથા મેગેઝીનો ગામ ગતોરાની પાસે યૂબીડીસી નહેરમાં મળી છે. પોલીસ તથા બોમ્બ ડીફ્યુઝન સ્કવોર્ડે પહોંચીને અહી તપાસ અભિયાન ચાલુ કર્યું છે. અત્યાર સુધીમાં ઇંસાસ રાઇફલની 29 કારતુસ અને 2 મેગઝીન મળી ચુક્યા છે. તે ઉપરાં એકે 47ની 59 કારતુસ સહિત 2 મેગેઝીન તથા 315 બોર રાઇફલનાં 17 કાર મળી આવ્યા છે.
કારતુસ તથા મેગઝીનની જાણ તે સમયે થઇ જ્યારે બાળકો નહેરમાં નહાઇ રહ્યા હતા. બાળકો નહેરમાં થોડી કારતુસો જોઇ હતી જેથી તેઓ ડરી ગયા હતા અને ગામલોકોને આ અંગે જાણ કરી હતી. ત્યાર બાદ ગામલોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે નહેરનું પાણી બંધ કરાવી દીધું હતુ અને શોધખોળ અભિયન ચાલુ કર્યું હતું. તપાસ કરતા મોટા પ્રમાણમાં કારતુસ અને મેગઝીન મળી આવી હતી. હજી પણ નહેરમાં શોધખોળ અભિયાન ચાલી રહ્યું છે.
આ ઘટનાં ક્ષેત્રમાં સનસની ફેલાઇ ગઇ અને લોકોમાં દહેશત છે. ઘટના અંગે પોલીસનાં ઉચ્ચ અધિકારી પણ હાજર છે અને નહેરમાં શોધખોળ અભિયાન કરવામાં આવી રહી છે. પોલીસે સંપુર્ણ વિસ્તારમાં ઘેરી લીધા છે અને આસપાસનાં વિસ્તારમાં પણ શોધખોળ અભિયાન ચાલી રહ્યું છે.

You might also like