પાકિસ્તાનનો વિકૃત વાસ્તવિકતા સામે આવી : ભારતે આપ્યો જડબાતોડ જવાબ

728_90

નવી દિલ્હી : ભારતે પાકિસ્તાનનાં હાઇકમિશનનાં તે નિવેદનનું ખંડન કર્યું છે કે પાકિસ્તાનની JITની મુલાકાત આદાન પ્રદાનનાં આધાર પર નહોતી થઇ. વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા વિકાસ સ્વરૂપે કહ્યું કે આ ટીમે ભારત આવતા પહેલા બંન્ને પક્ષો સંમત થયા હતા કે આ આંતરિક આંદાન પ્રદાનનાં આધાર પર જ હશે. સ્વરૂપે ગુરૂવારે કહ્યું કે અમે પઠાણકોટ એરબેઝ પર થયેલા આતંકવાદી હૂમલાની તપાસ માટે જેઆઇટી ટીમની મુલાકાત પર પાકિસ્તાની હાઇકમિશનનાં નિવેદન જોયો. જે આદાન પ્રદાન અંગે છે.

વિદેશ મંત્રાલય સ્પષ્ટતા કરવા માંગે છે જેઆઇટીની મુલાકાત પહેલા 26 માર્ચ, 2016એ ભારતીય હાઇકમિશનરે પાકિસ્તાન વિદેશ મંત્રાલયને ઔપચારિક રીતે માહિતી આપી હતી કે તે આધાર પર વ્યાપક સંમતી બની છે કે આ આદાન પ્રદાન પર આધારિત હશે. સાથે જ હાજર કાયદાનાં પ્રવધાનો હેઠળ રહેશે. તેમણે કહ્યું કે ત્યાર બાદ જ જેઆઇટીએ 27 માર્ચથી 1 એપ્રીલ2016 સુધી ભારતની મુલાકાત લીધી હતી.

અત્રે નોંધનીય છે કે તે અગાઉ મીડિયા સાથે વાત કરતા પાકિસ્તાનનાં હાઇકમિશ્નર અબ્દુલ બાસિતે કહ્યું હતું કે ભારત સાથે શાંતિ પ્રક્રિયા સ્થગિત છે. બાસીત NIAની ટીમની પાકિસ્તાનની યાત્રાની સંભાવના અંગે સીધી વાત કરતા બચી રહ્યાહ તા. તેમ પુછવામાં આવતા કે શું પઠાણકોટ હૂમલાની તપાસ અંગે ભારતની NIAની ટીમને પાકિસ્તાન જવાની પરવાનગી મળશે, બાસિતે કહ્યું કે આ આદાન પ્રદાન હેઠળ તેમની ટીમ નહોતી આવી. તેઓની ટીમ તો બંન્ન દેશો વચ્ચે સહયોગ વધારવાનાં પ્રયાસના ભાગરૂપે આવી હતી.

બાસિતે શાંતિ પ્રક્રિયા અંગે આપેલા નિવેદન અંગે સ્વરૂપે નફીસ જકારિયાની પત્રકાર પરિષદનો હવાલો ટાંક્યો હતો. જેમાં જકારિયાએ કહ્યું હતું કે મે ઘણીવાર જણાવ્યું છે કે બંન્ને દેશો એક બીજાના સંપર્કમાં છે અને બંન્ને પક્ષો ઘણીવખત કહી ચુક્યા છે કે યોગ્ય પદ્ધતીઓ તૈયાર કરવામાં આવી રહી છે. સ્વરૂપે કહ્યું કે JITએ ભારત મુલાકાત પહેલા પાકિસ્તાન આ બાબત અંગે સંમત થયો હતો કે આ આંતરિક આદાન પ્રદાનનાં આધારે જ રહેશે.

પઠાણકોટ આતંકવાદી હૂમલાની તપાસ ના મુદ્દે હાલમાં જ પાકિસ્તાનનાં વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે જોઇન્ટ ઇન્વેસ્ટિગેશ ટીમે ક્રાઇમ સીનની મુલાકાત કીધી અને સાક્ષીઓ સાથે ચર્ચા પણ કરી છે. જો કે પાકિસ્તાને તે પણ કહ્યું કે જે સાક્ષીઓનાં નિવેદનો નોંધાયા તેમાં ભારતીય સુરક્ષા દળનાં જવાનો નહોતા કારણ કે તેમને જેઆઇટીની સામે રજુ નહોતા કરવામાં આવ્યા.

You might also like
728_90