Categories: India

પઠાણકોટમાં આતંકી હુમલા બાદ દેશભરમાં હાઈએલર્ટની જાહેરાત

નવી દિલ્હી: પ્રજાસત્તાક દિવસ આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે ત્રાસવાદીઓએ આજે ફરી એકવાર મોટા હુમલાને અંજામ આપ્યો હતો. ત્રાસવાદી હુમલાની ચેતવણી જારી કરવામાં આવેલી છે ત્યારે આ હુમલો કરાયો છે. હાલમાં જ ઇન્ટેલિજન્સ સંસ્થાઓ અને સુરક્ષા  સંસ્થાઓ દ્વારા ચેતવણી આપીને કહેવામાં આવ્યુ હતુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંસદ, પરમાણુ  સ્થળ અને સંરક્ષણ સંસ્થાઓ ત્રાસવાદીઓના હિટલિસ્ટમાં છે.

આ ચેતવણી આજે યોગ્ય રહી હતી અને ત્રાસવાદીઓએ એરફોર્સ બેઝને ટાર્ગેટ બનાવીને હુમલો કર્યો હતો. આજે પઠાણકોટમાં હુમલો કરવામાં આવ્યા બાદ પંજાબ  સહિત જુદા જુદા ભાગોમાં  હાઈએલર્ટની જાહેરાત કરી દેવામાં આવી છે. પાટનગર દિલ્હી, મુંબઈ અને દેશના અન્ય ભાગોમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે. પંજાબમાં પઠાણકોટ  ખાતે હુમલા કરવામાં આવ્યા બાદ સાવચેતીના તમામ પગલા લેવામાં આવ્યા છે. ર્ધામિક સ્થળો, મોટા મોલ, બજારો ખાતે પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે.

આતંકવાદી હુમલા બાદ પંજાબમાં સુરક્ષાદળોને મહત્તમ સાવધાની રાખવા માટે કહેવામાં આવ્યું છે. એક સિનિયર પોલીસ અધિકારીએ વિગત આપતા કહ્યું છે કે, સમગ્ર પ્રદેશમાં હાઈએલર્ટ જારી કરવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીર સાથે સંબંધિત સરહદ ઉપર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે રાજયમાં મહત્વપૂર્ણ સંસ્થાઓ અને અન્ય જાહેર સ્થળો ઉપર વધારાના પોલીસ અને સિકયુરિટી ફોર્સની તૈનાતી કરવામાં આવી ચુકી છે. પોલીસે કહ્યું છે કે, જગ્યા જગ્યાએ વાહનોની ચકાસણી કરવામાં આવી છે.

પંજાબ ઉપરાંત ગુજરાત, ચંદીગઢ, પડોશી રાજય હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં પણ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. પાટનગર દિલ્હીમાં પણ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે. સંસદ, મેટ્રો અને વીઆઈપી વિસ્તારોની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં પણ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે.

ભારત અને પાકિસ્તાનની સરહદ ઉપર બીએસએફને પણ સાવધાન રહેવા માટે કહેવામાં આવ્યું છે. મુંબઈમાં વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મુંબઈ અને દિલ્હી તથા અન્ય મોટા શહેરોમાં અગાઉ ત્રાસવાદી હુમલા થઈ ચુકયા છે. દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા લોખંડી બનાવી દેવામાં આવી છે.

મુંબઈ અને પૂણેમાં એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. નોર્થ અને સાઉથ બ્લોક ખાતે સુરક્ષા વધારી દેવામાં આવી છે. તમામ સરકારીઈમારતોમાં પણ સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે.પંજાબમાં તાજેતરના ગાળામાં જ બે વખત ત્રાસવાદી હુમલા કરવામાં આવી ચુકયા છે. જે સાબિતી આપે છે કે પંજાબમાં ત્રાસવાદીઓ ફરી ખતરનાક ગતિવિધીને વધારી દેવાના મુડમાં દેખાઇ રહી છે.

આજે હુમલો કરવામાં આવ્યા બાદ પંજાબ અને અને રાજયોમાં પણ સુરક્ષા અધિકારીઓની બેઠક યોજાઇ હતી અને પ્રજાસત્તાક દિવસ પહેલા સુરક્ષા પાસા પર ચર્ચા કરવામાં આવી હતી.

divyesh

Recent Posts

2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે

(એજન્સી)લોસ એન્જલ્સ: અમેરિકન ફેડ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે એવી જાહેરાત કરી છે કે વર્તમાન સ્થિતિને ધ્યાને લેતા નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં…

1 min ago

કાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે

ચેન્નઈ: તાજેતરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટી-૨૦ અને વન ડે શ્રેણીની સાથે ભારતીય ક્રિકેટ સિઝનનું સમાપન થઈ ગયું. હવે…

3 mins ago

જમીનના કેસમાં ચેડાં કરી બેંચ ક્લાર્કે બોગસ નોટિસ ઇશ્યૂ કરી

શહેરની મીરજાપુર ખાતે આવેલા ગ્રામ્ય કોર્ટમાં ચાલતા દીવાની દાવાના એક કેસમાં કોર્ટમાં થતી રોજ કામના શેડ્યૂલમાં ખોટો રેકોર્ડ ઊભાે કરીને…

1 hour ago

કોંગ્રેસના વધુ છ બેઠકના ઉમેદવાર આજે જાહેર થવાની શક્યતા

કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા રાજ્યમાં લોકસભાની ર૬ બેઠક પૈકી ગત તા.૮ માર્ચે ચાર બેઠકના ઉમેદવારનાં નામની સત્તાવાર જાહેરાત કરાઇ હતી. ત્યાર…

2 hours ago

ગાંધીનગર : અમિત શાહ ઈન, લાલકૃષ્ણ અડવાણી આઉટ

ભાજપના વયોવૃદ્ધ નેતા લાલકૃષ્ણ અડવાણીની ગાંધીનગરની બેઠક પરથી અમિત શાહને ચૂંટણી જંગમાં ઉતારીને ભાજપે એક કાંકરે અનેક પક્ષી મારવાનો નિર્ણય…

2 hours ago

ભાજપને શિખર ઉપર પહોંચાડનારા અડવાણીનો રાજકીય ‘સૂર્યાસ્ત’

અમદાવાદ: ભાજપે ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહનું નામ જાહેર કરતા એક તરફ ગુજરાત ભાજપમાં ઉત્સાહનું…

2 hours ago