પાકિસ્તાન સાથે રદ્દ થઇ શકે છે સચિવ સ્તરની મંત્રણા

નવી દિલ્હી : ફઠાણકોટ એરબેઝ પર થયેલા આતંકવાદી હૂમલા બાદ સરકાર 15 જાન્યુઆરીનાં રોજ ઇસ્લામાબાદમાં પાકિસ્તાનની સાથે યોજાનારી વિદેશી સચિવ સ્તરની મંત્રણા રદ્દ કરવા અંગે વિચારણા કરી રહી છે. સમાચાર એજન્સી પીટીઆઇ દ્વારા હાઇકમાન્ડનાં સૂત્રોનાં હવાલાથી સમાચાર આપ્યા કે સરકાર ચર્ચાનાં વિકલ્પો અંગે ચર્ચા કરી રહી છે.
અત્રે નોંધનીય છેકેઅગાઉ વિદેશ મંત્રાલયનાં અધિકારીએ જણાવ્યું હતું કે જો આ આતંકવાદી હૂમલામાં પાકિસ્તાનનો હાથ હોવાનાં પુરાવા મળ્યા તો બંન્ને દેશો વચ્ચે યોજાનારી સચિવ સ્તરની ચર્ચા રદ્દ પણ થઇ શકે છે. વિદેશ મંત્રાલયનાં અધિકારીઓએ જણાવ્યું કે હજી સુધી તો તમામ વિકલ્પો ખુલ્લા છે. જો જેશ આતંકવાદી હૂમલામાં પાકિસ્તાની એજન્સીઓનો હાથ હોવાનું સ્પષ્ટ થશે તો અમે મોટો નિર્ણય લેવામાં પાછી પાની નહી કરીએ.
અત્રે નોંધનીય છેકે વિદેશ મંત્રી સુષ્માસ્વરાજે રવિવારે પાકિસ્તાનને પુર્વ ભારતીય રાજદૂતોની સાથે એક બેઠક યોજી હતી. તેમાં વડાપ્રધાનની લાહોર મુલાકાત બાદ થેલા પઠાણકોટનાં હૂમલા બાદ પાડોશી સાથેનાં સંબંધો અંગે ચર્ચા કરવામાં આવી. સરકારને લાગી રહ્યું છે કે હાલની પરિસ્થીતીમાં પાકિસ્તાન સાથે મંત્રણા રાજનીતિક વિવાદનું એક કારણ પણ બની શકે છે. જો કે બેઠક અંગે હજી સુધી કોઇ પણ અધિકારીક નિર્ણ નથી લેવાયો.

You might also like