પઠાણકોટઃ એરફોર્સ બેઝ પર હુમલો, ચાર અાતંકી ઠાર

નવી દિલ્હી: પંજાબના પઠાણકોટમાં અેરફોર્સ સ્ટેશન પર અાતંકી હુમલો થયો છે. અા હુમલા દરમિયાન સુરક્ષાદળોની સાથે અાતંકવાદીઅોની અથડામણ લગભગ પુરી થઈ ચુકી છે. અેવું જણાવવામાં અાવી રહ્યું છે કે શનિવારે વહેલી સવારે થયેલી અા અથડામણમાં અત્યાર સુધી ચાર અાતંકવાદીઅોને સેનાઅે મોતને ઘાટ ઉતાર્યા છે. જ્યારે બે જવાન શહીદ થયા છે.

ચાર અાતંકવાદીઅોઅે સવારે લગભગ ત્રણ વાગ્યાની અાસપાસ અેરફોર્સ સ્ટેશન પર હુમલો કર્યો જેમાં ચાર અાતંકીઅો મૃત્યુ પામ્યા અાતંકીઓ ફિદાઈન હુમલો કરવાના ઈરાદાથી અાવ્યા હતા. તેઓ ફાયરિંગ કરતાં કરતાં ઘૂસી ગયા હતા. બે દિવસ પહેલાં જ અાતંકવાદીઓએ ઘૂષણખોરી કરી હતી. સિક્યોરિટી ફોર્સે બે અાતંકવાદીઓને એ જ સમયે મોતને ઘાટ ઉતારી દીધી, જ્યારે લાંબો સમય ચાલેલી અથડામણ બાદ અન્ય બે અાતંકીઓને પણ મોતને ઘાટ ઉતારાયા હતા.

હાલમાં કોઈ પણ સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી પરંતુ અે વાતની અાશંકા વ્યક્ત થઈ રહી છે કે અા હુમલા પાછળ જૈશ અે મહંમદ અાતંકી સંગઠનનો હાથ હોઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે ટ્રાન્સફરના બે દિવસ બાદ જ ગુરદાસપુરના અેસપી સલવિંદરસિંહનું તેમની ગાડી સહિત અપહરણ કરાયું હતું. અા કેસમાં ચાર અારોપી ગણાવાઈ રહ્યા છે જે સેનાની વર્ધીમાં હતા. અેસપી સલવિંદરસિંહને છોડી દેવામાં અાવ્યા પરંતુ ગાડી અને અેસપીના ગનમેન તેમજ કૂકને અાતંકીઅો લઈને ચાલ્યા ગયા. બાદમાં અાતંકીઅોઅે ગનમેનને ઘાયલ અવસ્થામાં ગાડીમાંથી ફેંકી દીધો.

અધિકારીઅોઅે એ વાતને પણ સમર્થન અાપ્યું છે કે અાતંકી પાકિસ્તાનના રસ્તે ભારતીય સીમામાં દાખલ થયા હતા. અા હુમલા બાદ જમ્મુ પઠાણકોટ હાઈવે પર સિક્યોરિટી વધારી દેવામાં અાવી હતી. અા હુમલો સવારે ૩.૦૦થી ૪.૦૦ની અાસપાસ થયો. ત્યારબાદ તે વિસ્તારની નાકાબંધી કરાઈ છે. હુમલા પછી પંજાબમાં સખત સુરક્ષા વ્યવસ્થા કરાઈ છે. પંજાબની સીમાના તમામ હાઈ વેની સુરક્ષા વ્યવસ્થા પણ વધારાઈ છે.

અેરફોર્સ સ્ટેશન પર થયેલા અા હુમલા પહેલા ગુપ્તચર વિભાગે અેલર્ટ જારી કરી હતી. ગુપ્તચર સંસ્થાઅોના જણાવ્યા મુજબ ડિસેમ્બર મહિનામાં અાતંકીઅો ભારતીય સીમામાં દાખલ થઈ ગયા છે.

You might also like