પઠાણકોટ એરબેજ એટેક: JIT એ સ્વિકાર્યું PAKથી આવ્યા હતા આતંકવાદી

નવી દિલ્હી: પાકિસ્તાને પઠાણકોટ આતંકવાદી હુમલાના મામલે પોતાનું વલણમાં ફેરફાર કરતાં ભારત દ્વારા આપવામાં આવેલા પુરાવાને સ્વિકાર કરી લીધા છે કે આ હુમલાના દોષી પાકિસ્તાની નાગરિક હતા. પઠાણકોટ હુમલાની તપાસ કરી રહી રહેલી રાષ્ટ્રીય તપાસ એજન્સી (એન.આઇ.જી)એ પાકિસ્તાનની સંયુક્ત તપાસ ટીમ (જે.આઇ.ટી)ની સાથે પુરાવા શેર કર્યા છે.

જે.આઇ.ટી પઠાણકોટ હુમલાની તપાસ માટે ભારત આવી છે. એન.આઇ.એના એક ટોચના અધિકારીએ કહ્યું કે હાં, તેમની સાથે શેર કરવામાં આવેલા પુરાવામં એક વિચાર કાયમ થઇ ગયો છે. કેટલીક વસ્તુઓને નકારી ન શકાય. અમે તેમને ચાર આતંકવાદીઓના પોસ્ટમોર્ટમ અને ડી.એન.એ રિપોર્ટ સોંપ્યો. આતંકવાદીઓ પાસે જે હથિયાર હતા તેના પર પાકિસ્તાની મોહર હતી. પાકિસ્તાનથી કોલ સ્ટ્રેસ કરવામાં આવ્યો હતો. આ બધા પુરવાથી ખબર પડે છે કે તે પાકિસ્તાની નાગરિક હતા.

You might also like