પઠાણકોટઃ ચાર અધિકારીની બેદરકારીથી આતંકીઓ અેરબેઝ સુધી પહોંચી ગયા

પઠાણકોટ: પઠાણકોટ અેરબેઝ પર આતંકવાદીઓના હુમલા અંગે નેશનલ ઈન્વે‌િસ્ટગેશન અેજન્સીઅે કેન્દ્ર સરકારને પત્ર પાઠવી પઠાણકોટના અેસઅેસપી આર.કે. બક્ષી સહિત અેવા તમામ પોલીસ અધિકારી સામે કાર્યવાહી કરવા ભલામણ કરી છે, જેઓ સીધા આ મામલા સાથે સંકળાયેલા છે તેવા ચાર અધિકારીની બેદરકારીથી આતંકવાદીઓ અેરબેઝ સુધી પહોંચવામાં સફળ રહ્યા હોવાનું પણ અેનઆઈઅેઅે જણાવ્યું છે.

આ અંગે અેનઆઈઅેઅે કેન્દ્રને પાઠવેલા પત્રમાં અેવા સવાલો કર્યા છે કે અધિકારીઓઅે પહેલા રાઉન્ડમાં કેવાં પગલાં લીધાં હતાં અને આઈજી પોતે બનાવ સ્થળે કેમ ન આવ્યા? તેમજ ડીઆઈજી દ્વારા અેસઅેસપીને કેવાં પાસાંઓની તપાસ કરવા જણાવી સેનાની રજૂઆત કેમ ઠુકરાવી દેવાઈ? અધિકારી તુરને જ્યારે સલવિંદરે ફોન કર્યો ત્યારે તેમણે કંટ્રોલરૂમમાં વાત કરવા કેમ જણાવ્યું હતું? બક્ષી અને બાકીના અધિકારીઓ વચ્ચે સંકલનની ખામી કેમ રહી ગઈ? અને આતંકવાદીઓ અંગે અેલર્ટ કેમ જાહેર કરવામાં આવ્યું નહિ? તેવા અનેક સવાલો કર્યા છે. અેનઆઈઅેેઅે આ ઉપરાંત અેવી પણ રજૂઆત કરી છે કે આ મામલે અધિકારીઓની કોલ ડિટેઈલ કઢાવવામાં આવે તો ખ્યાલ આવશે કે આ તમામ અધિકારાઓ આ બાબતે કેટલા ગંભીર હતા.

You might also like