એસપી સલવિંદર તે રાત્રે ડીલનું પેમેન્ટ લેવા માટે ગયો હતો ?

નવી દિલ્હી : પઠાણકોટ હૂમલામાં આતંકવાદીઓ દ્વારા અપહરણ કરાયેલા પંજાબ પોલીસનાં એસપી સલવિંદરનું મંગળવારે કોર્ટની મંજુરી બાદ પોલિગ્રાફિક ટેસ્ટ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય તપાસ એઝન્સી પોલીગ્રાફીક ટેસ્ટ દ્વારા સલવિંદરસિંહની વાતોનું સાતત્ય તપાસી રહી હતી. પોલીગ્રાફ બાદ એસપીનાં એમ્સમાં બ્રેન મેપિંગ ટેસ્ટ પણ કરાવવામાં આવી શકે છે. પઠાણકોટ હૂમલાની તપાસમાં જોડાયેલા સુરક્ષા વિશેષજ્ઞનાં અનુસાર સલવિંદર ડ્રગ તસ્કરો સાથે જોડાયેલા છે. તે પાકિસ્તાનથી આવનારા નશીલે પદાર્થોને સીમાપારથી લાવવા લઇ જવામાં મદદ કરતા હતા. આ કામમાં સલવિંદર પોતાનાં બે કુકની સાથે બે ત્રણ લોકલ લોકોની મદદ લેતો હતો. ડ્રગનાં મોટા વેપારીઓ ઉપરાંત દેશમાં રહેલા નાના મોટા પેડલર્સની પણ મદદ લેવામાં આવતી હતી.

એનઆઇએને જાણવા મળ્યું છે કે 31 ડિસેમ્બરની રાત્રે સલવિંદર પોતાનું પેમેન્ટ લેવા માટે બમિયાલ દરગાહ ગયો તહો. ત્યાં તેને આગામી ખેપનું એડવાન્સ પેમેન્ટ આપવામાં આવવાનું હતું. પરંતુ આ વખતે સલવિન્દરની પાસે ડ્રગ માફિયાનાં બદલે આતંકવાદી આવી ગયા. તપાસમાં રહેલા અધિકારીઓનું માનવું છે કે સલવિંદર આ પઠાણકોટ હૂમલામાં કોઇને કોઇ રીતે જોડાયેલો છે પરંતુ તેને અત્યાર સુધી કાંઇ પણ સ્વિકાર્યું નથી. તેઓ તપાસ અધિકારીઓનાં સવાલનાં જવાબ આપી નથી રહ્યા અથવા તો પછી ફેરવી ફેરવીને આપે છે.

તપાસ કરી રહેલા અધિકારીઓનાં અનુસાર અત્યાર સુધી તેઓને ખ્યાલ નથી આવી રહ્યો કે રાત્રે એસપી બોર્ડર વિસ્તારમાં કોઇ પણ પ્રકારની સુરક્ષા વગર એકલો શા માટે ગયો હતો. સુરક્ષાનાં નામે તેની સાથે એક જ્વેલર અને બે રસોયા હતા જે શંકારને વધારે ધેરી કરે છે. તેની ગાડી કોઇ સરકારી વ્યક્તિનાં બદલે કોઇ સોની કઇ રીતે ડ્રાઇવ કરી શકે.વગેરે જેવા સવાલોનાં કારણે સલવિંદર હાલ જવાબ નથી આપી રહ્યો અને ભારે ગુંચવાયેલો છે.

You might also like